વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ખાલી કેનાલમાં ખોખો: હળવદ તાલુકામાં સિંચાઇના પાણી માટે આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ


SHARE









ખાલી કેનાલમાં ખોખો: હળવદ તાલુકામાં સિંચાઇના પાણી માટે આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ

હળવદ અને ધ્રાંગધ્રા  તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનલ ઘણા સમયથી બંધ છે અને ખેડૂતોને સિંચાઇ માટે પાણીની જરૂર છે તો પણ કેનાલમાં પાણી છોડવામાં આવતું નથી જેથી કરીને ખાલી કેનાલમાં ખોખો રમીને હળવદ તાલુકામાં સિંચાઇના પાણી માટે આમ આદમી પાર્ટીનો નવતર વિરોધ કરવામાં આવ્યો હતો અને મામલતદારને અર્ધનગ્ન હાલતમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું

ખેડૂતો દ્વારા સરકારને અનેક રજૂઆતો કરી છતાંય ખેડૂતોને સરકાર તરફથી સંતોષકારક જવાબ ન મળવાથી આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખીને  કોયબા ગામ પાસે કેનાલમાં સરકાર જેમ ખેડૂતોને ખો આપી રહી છે તેમ કેનાલની અંદર ખોખો રમત રમી અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો અને મામલતદાર કચેરી એ ઉગ્ર સુત્રોચ્ચાર કરી અને મામલતદારને પાણી છોડવા માટે અર્ધનગ્ન હાલતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટી કિસાન પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાની આગેવાની હેઠળ તથા મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેશભાઈના માર્ગદર્શન હેઠળ હળવદ વિધાનસભા સંગઠન મંત્રી હિતેશભાઈ વરમોરા, ચંદુભાઈ મોરી તથા વિપુલભાઈ રબારી, એચ.કે. પટેલ,ધનશ્યામભાઈ ભુવા, ભરતભાઈ પટેલ, ખુમાનભાઈ રાજપૂત, બાબુભાઈ મકવાણા,ભરતભાઈ મકવાણા,જાદુભાઈ ઠાકોર તથા અનેક ખેડૂતો જોડાયા હતા.




Latest News