મોરબીના રફાળેશ્વર નજીક હોટલમાં દારૂનો વેપલો પકડાયો, દારૂ-બિયરની ૧૦૯ બોટલ સાથે ત્રણ પકડાયા
મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી
SHARE
મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી
મોરબી સમસ્ત મચ્છુકાંઠાના રબારી સમાજના યુવાનોના ઉત્થાન માટે શ્રી વડવાળા યુવા સંગઠન સક્રિય છે આ સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે ત્યારે તેમણે રબારી સમાજમાં શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો અને આગામી સમયમાં માલધારી સમેલનનું આયોજન કરવાનું પણ જણાવ્યું છે
મોરબીના શ્રી વડવાળા યુવા સંગઠનની તાજેતરમાં અષાઢી બીજના પાવન અવસરે મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલ જલારામ મંદિર ખાતે કોરોબારી બેઠક મળી હતી. જેમાં શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેનભાઈ રબારીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી અને કારોબારીમાં ૭૧ સભ્યોની નિમણુંક કરવામાં આવી છે આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ સોહનભાઈ રગીયા, મોતીભાઈ કરોતરા, રાયમલભાઈ રબારી, ભરતભાઇ રબારી, હીરાભાઈ ખાંભલા, ધારાભાઈ ટમાંરિયા સહિતના યુવા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દેવેનભાઈની વરણીને આવકારી હતી.
આ તકે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રબારી સમાજમાં જે મને મોભાદાર પદ સાથે જવાબદારી સોપી છે અને સમાજે મારા ઉપર જે વિશ્વાસ મુક્યો છે. તેના પુરી નિષ્ઠાની નિભાવીશ. તેમજ રબારી સમાજમાં ખાસ કરીને શૈક્ષણિક ક્ષેત્રે ઉતરોતર વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશ અને શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી સમાજમાં જાગૃતિ લાવવા માટેના તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવસે અને આગામી સમયમાં માલધારી સંમેલનનું આયોજન કરવામાં આવશે