મોરબી શ્રી વડવાળા યુવા સંગઠનના મુખ્ય સંયોજક તરીકે દેવેન રબારીની વરણી
માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ
SHARE







માળીયા તાલુકાનાં બોડકી ગામે પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ
મોરબી જીલ્લાના માળિયા (મી.) તાલુકાનું બોડકી ગામ આજની તારીખે પણ પાયાની સારી સુવિધાઓ ઝાંખી રહ્યું છે ત્યારે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ હાલમાં સીએમને આ મુદે લેખિત રજૂઆત કરેલ છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ સીએમને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે, બોડકી માળીયા તાલુકાનું દરિયાના કિનારે આવેલું ગામાં છે અને દરિયાનું ખરું પાણી આ ગામના વોકળામાં ગામ સુધી પહોચે છે અને ગામમાં દરરોજ પાણી આવતું નથી પંદર દિવસે એક વાર પાણી આવે છે, રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, વર્ષામેડી ફટકાથી બોડકી જવાનો રોડ ખુબ જ બિસ્માર છે, દહીસરથી ખીરસરા અને ત્યાંથી બોડકી જતો રોડ પણ ખરાબ છે અને નવા પ્લોટમાં જ્યાં ફક્ત કોળી સમાજના લોકો જ રહે છે. ત્યાં તો પાણીની કોઈ સુવિધાજ નથી
આ ગામે ક્ષાર અંકુશ વિભાગ દ્વારા એક મીઠા પાણીનો સંગ્રહ કરવા માટેનો બંધારો બાંધવામાં આવેલો છે. જે હાલ માં તૂટેલી હાલત માં છે. સરકાર દ્વારા ૪૩ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યો છે. અને આ બંધારો તૂટી ગયા પછી સરકાર રીપેરીંગ પણ કરતી નથી. આમ બોડકી ગામે સિંચાઈની કોઈ સુવિધા નથી જેથી ગામના ખેડૂતો હિજરત કરી રહ્યા છે. હાલમાં ગામમાં ૫૦% થી પણ ઓછા ખેડૂતો રહે છે જેથી કરીને બોડકી ગામને પાયાની સુવિધા આપવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો સુવિધા નહિ આપવામાં આવે તો ના છુટકે ગ્રામજનોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવામાં આવશે
