મોરબી નવા બેલા તાલુકા શાળાના શિક્ષિક દંપતિનો વિદાય સમારોહ યોજાયો
ટંકારામાં બે વર્ષ પહેલા થયેલ કોલસાની ચોરીના ગુનામાં આરોપી પકડાયો
SHARE
ટંકારામાં બે વર્ષ પહેલા થયેલ કોલસાની ચોરીના ગુનામાં આરોપી પકડાયો
ટંકારા પોલીસ સ્ટેશનના કોલસા ચોરીના ગુનામાં આરોપીને પકડવા માટે પોલીસ તજવીજ કરી રહી હતી તેવામાં છેલ્લા ૨ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે પકડી પડ્યો છે
મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ વી.બી.જાડેજાની સૂચન મુજબ પીએસઆઈ એન.બી.ડાભી અને ટિમ કામ કરે છે તેવામાં પેરોલ ફર્લો સ્કવોડના જયવંતસિંહ ગોહીલ તથા ભરતભાઇ મિયાત્રાને ખાનગી રાહે મળેલ હકીકત આધારે મોરબી જીલ્લાના ટંકારામાં વર્ષ ૨૦૧૯ આઇ.પી.સી. કલમ ૪૦૭, ૪૧૧, ૧૨૦ બી, મુજબ ગુનો નોંધાયો હતો જે ગુનામાં નાસતા ફરતા આરોપી ટીકમારામ ગોપારામ હેમારામ મેઘવાલ (ઉ.૨૯) રહે. અકોરા ગામ પોસ્ટ. અકોરા થાણુ-તા.ચોહટન જી. બાડમેર રાજસ્થાન વાળાને માળીયાની ભીમસર ચોકડી પાસેથી પકડી લેવામાં આવેલ છે આ કામગીરી પિયાઈની સૂચના મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પોલાભાઇ ખાંભરા, રજનીભાઇ કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવાણીયા, ચંન્દ્રકાંતભાઇ વામજા, જયવંતસિંહ ગોહીલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા, ભરતભાઇ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા અને સતિષભાઇ કાંજીયા દ્વારા કરવામાં આવેલ છે
અકસ્માતના ગુન્હામાં ૬ મહિને આરોપી પકડાયો
મોરબી જીલ્લા પેરોલ ફર્લો સ્કવોડની ટિમ નાસતા ફરતા આરોપીઓને પકડી રહી છે ત્યારે ચંન્દ્રકાંતભાઇ વામજા, જયેશભાઇ વાઘેલા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકીકત મળી હતી તેના આધારે પોલીસે હળવદ પોલીસ સ્ટેશને નોંધાયેલ અકસ્માતના ગુનામાં ૬ મહિને આરોપી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.૪૮) રહે. ભરૂડીયા જિલ્લો કચ્છ વાળાની ભરૂડીયા ગામેથી ધરપકડ કરી છે