માળીયા પોલીસે ૧૨ વર્ષથી ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને દબોચ્યો
વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો
SHARE
વાંકાનેર તાલુકામાં ફોરેસ્ટના કર્મચારીની ફરજમાં રૂકાવટ-જાનથી મારી નાખવાની ધમકીમાં આરોપીઓનો નિર્દોષ છૂટકારો
વાંકાનેર તાલુકાનાં કાશીયાગાળાની સીમમાં ગાયો તથા ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરવામાં આવ્યું હતું જેથી કરીને કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીના કર્મચારીએ ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી હતી જે કેસ વાંકાનેરની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ આરોપીના વકીલની દલીલને ધ્યાને રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે
વર્ષ -૨૦૦૧ માં આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા ભવાન જેસિંગભાઈ ભરવાડ કાશીયાગાળાની સીમ રોજીલા રીજર્વ ફોરેસ્ટ વીડીમાં આશરે ૯૨ જેટલી ગાયો તથા ૨૫ જેટલી ભેસો છૂટી મૂકી ઘાસ ચરાવી વીડીમાં નુકસાન કરતાં ફરીયાદી પરસોતમભાઈ લકૂભાઈ ગોસાઇ ગાયો તથા ભેસોને ગ્રામ પંચાયત ડબામાં મૂકવાની કાર્યવાહી કરતાં હતા ત્યારે આરોપીઑ જઈ ફરીયાદીને મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ કરી હતી અને વાડામાં પ્રવેશ કરી ગાયો તથા ભેસો હાકી લઈ ગયા હતા અને ફરીયાદીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી જેથી આરોપી સીદાભાઈ જેસીંગ ભરવાડ તથા ભવાન જેસિંગભાઈ ભરવાડ વિરુધ્ધ આપ.પી.સી. કલમ- ૪૪૭, ૧૮૬, ૫૦૬(૨) ૧૧૪ અને ગ્રામ પંચાયત ધારાની કલમ-૧૮૩, ૧૮૪ તથા ઇંન્ડીયન ફોરેસ્ટ એક્ટની કલમ- ૨૬(ડી)(આઈ) મુજબનો ગુન્હો નોંધાયેલ હતો જે કેસ વાંકાનેર કોર્ટમાં ચાલી જતાં આરોપી (બચાવ) તરફે વકીલ યુનુસ એ. ખોરજીયાએ દલીલ કરેલ અને નામદાર વડી અદાલતના ચુકાદાઓ રજૂ કર્યા હતા જેને ધ્યાને લઈને આ ગુન્હાના કામે આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો કોર્ટે હુકમ કરેલ છે .