મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ટુ વ્હીલર માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે


SHARE













મોરબીમાં ટુ વ્હીલર માટેની GJ-36 AD નવી સીરીઝ શરૂ થશે
મોરબી જિલ્લામાં મોટર સાયકલ વાહન માટેની સીરીજ GJ-36-AD ૦૦૦૧ થી ૯૯૯૯ ની પસંદગીના નંબર તા.૧૬/૦૭/૨૦૨૧ થી ઓનલાઇન ઇ-ઓકશનથી ફાળવવામાં આવશે.

ટુ વ્હીલર પ્રકારના વાહનો માટે પસંદગી નંબર મેળવવા માટે નિયત ફી રૂા.૨૦૦૦/- તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૮૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૩૫૦૦/- સરકાર દ્વારા નકકી કરેલ છે. પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબીએ આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જ ફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે. પસંદગીના નંબરો મેળવવા માટે તા.૧૬/૦૭/૨૦૨૧ તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી   https://parivahan.gov.in/fancy/ પર ઓનલાઇન અરજી કરી શકશે તથા તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ સવારે ૦૯:૦૦ થી તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૬:૦૦  કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે અને તા.૩૧/૦૭/૨૦૨૧ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે. ઇ-ઓક્શન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમનું પાંચ દિવસમાં ઇ-પેમેન્ટથી ભરવા મોરબી સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News