મોરબીના વાઘગઢ ગામે મામાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત
SHARE
મોરબીના વાઘગઢ ગામે મામાના ઘરે પાણીના ટાંકામાં ડૂબી જતા દોઢ વર્ષના બાળકનું મોત
મોરબીના રવાપર રોડ ઉપર રહેતી પટેલ પરિણીતા પોતાના માવતરને ત્યાં વાઘગઢ ગામે સાતમ-આઠમના તહેવારો કરવા માટે ગયેલ છે તે દરમિયાનમાં ગઈકાલે તેમનો દોઢ માસનો દીકરો મમાને ત્યાં ટાંકામાં પડી જતા ડૂબી જવાથી દોઢ માસના બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે.
મોરબીના ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા ચેતનભાઇ ફેફરનો દોઢ માસનો પુત્ર જીયાન રમતા રમતા તેના મામાને ત્યાં ફળીયામાં આવેલ પાણીમાં ટાંકામાં પડી જતા જીયાનનું મોત નીપજયું હતું.વધુમાં મળતી માહિતી મુજબ ચેતનભાઇના પત્ની સાતમ આઠમ કરવા માટે પોતાના માવતરને ત્યાં વાઘગઢ(ટંકારા) ગામે આંટો દેવા ગયા હતા જે દરમિયાનમાં ગઈકાલે તેમનો દોઢ મહિનાનો પુત્ર જીયાન રમતા રમતા તેના મામાને ત્યાં ફળીયામાં આવેલ પાણીના ટાંકામાં પડી જતા ડુબી જવાથી જીયાનનું મોત નિપજેલ છે.ટંકારા પીએસઆઇ બી.ડી.પરમારએ મૃતક બાળકના મૃતદેહને પૂએમ માટે ખસેડીને આગળની ધોરણસરની તપાસ હાથ ધરી છે.
યુવાનનું મોત
મોરબીના સામાકાંઠે આવેલ મહેન્દ્રસિંહજી હોસ્પિટલ નજીક ઓમ રેસીડેન્સીમાં લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા મુકેશકુમાર અમરજીતસિંહ શિરોહી નામના ૪૨ વર્ષીય જાટ યુવાનનું કોઈ કારણોસર મોત થતાં તેના ડેડબોડીને સિવિલ હોસ્પિટલે પીએમમાં લાવવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના ફિરોજભાઈ સુમરાએ તપાસ હાથ ધરી હતી.જેમાં ખુલ્યુ હતુ કે હાર્ટ એટેકના લીધે મુકેશકુમાર શિરોહીનું મોત નિપજેલ છે.
યુવતી સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલી મદીના સોસાયટીમાં રહેતા મુસ્કાનબેન હબીબભાઇ તલાટીયા નામની ૨૫ વર્ષીય અપરિણીત મુસ્લિમ યુવતીએ તેના ઘેર ફિનાઇલની ગોળીઓ ખાઇ લેતાં તેણીને સારવારમાં આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી બનાવ સંદર્ભે બી ડિવિજન પોલીસ મથકના એએસઆઇ વી.ડી.મેતાએ તપાસ હાથ ધરતા ખુલ્યું હતું કે મુસ્કાનબેનની સગાઈની વાત ચાલુ હોય અને સામેવાળાઓ એટલે કે તેણીના ફૈબા દ્વારા અંદરોઅંદર નજીકના સગામાં સગપણ નથી કરવું તેમ કહેતા હોય તે બાબતનું મનોમન લાગી આવતા મુસ્કાનબેને ઉપરોતક પગલું ભરી લીધું હતું..!
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”