મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીના જેપુર પાસે ડમ્પર સાથે ડમ્પર અથડાતાં એકનું મોત: એકને ઇજા


SHARE













મોરબીના જેપુર પાસે ડમ્પર સાથે ડમ્પર અથડાતાં એકનું મોત: એકને ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ડમ્પરની સામે રોંગ સાઈડમાં આવેલા ડમ્પરના ચાલકે તેનું વાહન ડમ્પર ધડાકાભેર અથડાવ્યું હતું જેથી કરીને ડમ્પરના ડ્રાઇવરને ઈજા થઈ હતી અને તેની સાથે રહેલા ક્લીનરને માથામાં ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેનું મોત નિપજ્યું હતું.જેથી કરીને ઇજાગ્રસ્ત ડ્રાઇવરે સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જનાર ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે રહેતા રણજીતભાઈ સુખાભાઈ મિયાત્રા જાતે આહિર (ઉંમર ૩૨) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૫૦૫ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની સીમમાં આવેલ શાંતિનગર સોસાયટી પાસેથી તેઓ પોતાનું ડમ્પર નંબર જીજે ૩૬ ટી ૯૭૯૭ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ પોતાનું ડમ્પર રોંગ સાઈડમાં ચલાવીને તેઓના ડમ્પરની સાથે ડમ્પર અથડાવ્યું હતું જેથી ડમ્પર ચાલક રણજીતભાઈ મીયાત્રાને પગમાં સાથળના ભાગે ઇજા થઈ હતી અને તેની સાથે વાહનમાં રહેલા ક્લિનર કિશોરભાઈ સોમાભાઈ ભંગેરિયા રહે.કુંતાસી વાળાને ગંભીર ઈજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આરોપી પોતાનું ડમ્પર લઈને સ્થળ ઉપરથી નાશી ગયો હતો.જેથી ભોગ બનેલા રણજીતભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને ભાગી છુટેલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના માળિયા મીંયાણામાં તાલુકા શાળા પાસે રહેતા હૈદરભાઈ અબ્દુલભાઈ ભટ્ટી નામના ૫૦ વર્ષીય આધેડ માળિયામાં રેલ્વે સ્ટેશન નજીકથી બાઇક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેમને મોરબી લાવવામાં આવ્યા હતા.જયારે સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ટીકર ગામે રહેતા કરણસિંહ વનરાજભાઈ ચૌહાણ નામનો ૨૨ વર્ષનો યુવાન બાઈક લઈને હડલા ગામે જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થતાં ઇજાગ્રત હાલતમાં તેને પણ મોરબી લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મોરબીની પખાલી શેરી વિસ્તારમાં રહેતો ફારૂક હનીફભાઈ જિંદાણી નામનો ૧૯ વર્ષીય યુવાન હડીયાણાથી બાઇક લઈને માથક તરફ જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના મયુરનગર ગામે રહેતા સંજય મનુભાઈ ડાંગર નામના ૨૨ વર્ષના યુવાનને અણીયારી ચોકડી નજીક પેટ્રોલ પંપની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.






Latest News