મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ મોરબીમાં બેફામ ગતિએ સ્કોર્પિયો દોડાવનારા શખ્સની સામે ગુનો નોંધાયો: ગાડી કબ્જે કરીને આરોપીની શોધખોળ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વાર નવરાત્રિ નિમિતે રંગ રાત્રી મહોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્વિસ રોડ ઉપર સાયકલને હડફેટે લઈને ટ્રક ચાલકે યુવાનને કચડી નાખ્યો


SHARE









મોરબી નજીક સર્વિસ રોડ ઉપર સાયકલને હડફેટે લઈને ટ્રક ચાલકે યુવાનને કચડી નાખ્યો

મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં સાયકલ સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો અને તેના પેટ તેમજ પગ ઉપર ટ્રકના વ્હીલ ફેરવી દીધા હતા જેથી કરીને યુવાનનું મોત નીપજયું હતું અને હાલમાં મૃતક યુવનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર પાસે વિશાલદિપ સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રામજીભાઇ વામજા જાતે પ્રજાપતિ (૪૦)એ ટ્રક નં. આરજે ૨૭ જીસી ૩૨૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, લાલપર સિરામિક સીટીના ગેટની બાજુમા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી તેના ભાઈ ભરતભાઇ રામજીભાઇ વામજા જાતે પ્રજાપતિ (૪૫) તેની સાયકલ લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે તેને હડફેટે લીધા હતા અને ભરતભાઇ રોડ ઉપર નીચે પટકાતાં તેના પેટ ઉપરથી વાહનનુ વ્હીલ ફરી ગયું હતું અને બન્ને પગમા ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને આરોપી તેનો ટ્રક મુકીને નાશી ગયો હતો જેથી કરીને મૃતકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આઇ.પી.સી. કલમ- ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી. એક્ટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News