વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદમાં મીરા ગેરેજ પાસેથી ૨૫ બોટલ દારૂ સાથે રાજસ્થાની યુવાન ઝડપાયો


SHARE









હળવદમાં મીરા ગેરેજ પાસેથી ૨૫ બોટલ દારૂ સાથે રાજસ્થાની યુવાન ઝડપાયો

હળવદમાં આવેલ જીવરાજ પાર્કમાં મીરા ગેરેજ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૨૫ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને રાજસ્થાની એક શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ હળવદ શહેરના જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ મીરા ગેરેજ પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ૨૫ બોટલો મળી આવી હોય પોલીસે ૮૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને રવિસિંહ  પપ્પુસિંહ રાવત જાત જાટ (૨૩) રહે. લાલપુરા ધનાર દુર્ગાવાસ કાબરા તાલુકો બ્યાવર જિલ્લો અજમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળેલી દારૂની બોટલો તે ક્યાંથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે

૧૫૦ લિટર દેશી દારૂ

વાંકાનેરની નર્સરી ચોકડીથી આગળના ભાગમાં પસાર થતી અલ્ટો કારને રોકવા માટે પોલીસે પ્રયત્ન કરતા કાર ચાલક તેની કાર છોડીને ભાગી ગયો હતો જેથી કરીને વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા કાર નંબર જીજે ૧૩ એન ૦૩૨૮ ને ચેક કરવામાં આવતા તેમાંથી દોઢસો લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને ૩૦૦૦ રૂપિયાની કિંમતનો દારૂ અને ૮૦૦૦૦ ની કિંમતની કાર આમ કુલ મળીને ૮૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને કાર મૂકીને નાસી છૂટેલા શખ્સની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે બસ સ્ટોપ પાસેથી પસાર થતા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેના પેન્ટના નેફામાંથી એક બોટલ દારૂની મળી આવી હોય પોલીસે ૪૦૦ રૂપિયાની કિંમતનો દારૂ કબજે કરીને નિતેશભાઇ જાદુભાઈ સાબરીયા જાતે કોળી (૨૩) રહે. ભેરડા વાળાની ધરપકડ કરેલ છે

યુવતી ગુમ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જનક નગરમાં રહેતા અશ્વિનભાઇ ભટ્ટની દીકરી કિંજલબેન ભટ્ટ (૨૩) ગઇ તા.૧૧/૭ ના અગિયાર વાગ્યાના અરસામા ઘરેથી નાસ્તો લેવા જવાનુ કહીને નીકળી હતી અને ત્યાર બાદ ગુમ થઈ ગયેલ છે જેથી પોલીસે યુવતીના પિતાની ગુમસુધા ફરિયાદ લઈને આગળની કાર્યાવહી કરેલ છે




Latest News