મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં નણંદને માર મારવા ભાભી સાથે આવેલા વધુ એક આરોપીઓની ધરપકડ


SHARE









મોરબીમાં નણંદને માર મારવા ભાભી સાથે આવેલા વધુ એક આરોપીઓની ધરપકડ

મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં રિસમાણે બેઠેલ ભાભી તેના ઘરેણાં અને દીકરાના જન્મનું પ્રમાણ પત્ર લેવા માટે આવી હતી ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના વડીલો ત્યાં હાજર હતા ત્યારે નણંદને વચ્ચે બોલવાની ના કહીને ભાભી અને તેના માતા-પિતા સહિતના લોકોએ નણંદને માર માર્યો હતો જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પહેલા ભાભી સહિતના કુલ છ આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ ગુનામાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે.

મોરબીના એસપી રોડ ઉપર આવેલ શ્રીહરીટાવર યદુનંદન-૪ માં રહેતા શિલ્પાબેન હિતેષભાઇ વિલપરા જાતે પટેલ (ઉમર ૪૦) એ ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, રેખાબેન ધીરજલાલ વાધરીયા અને ભાવીકાબેન નલીનભાઇ રહે.બધા માણાવદર જિલ્લો જુનાગઢ તેમજ તેમની સાથેના અજાણ્યા પાંચ માણસોની સામે જેતે સમયે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણીએ જણાવ્યુ હતું કે, તેના ભાઇ-ભાભીને છેલ્લા અઢી વર્ષથી અણબનાવ હોય તેના ભાભી હાલે જુનાગઢ તેના માતા-પિતા સાથે રહે છે. ભાભી તેના માતા-પિતા સાથે ફરિયાદી મહિલાના ભાઈ નલીનભાઇનું ઘર મોરબીની રવાપર ચોકડી પાસે આવેલ સંગમ રેસીડેન્સી-સી ફલેટ નં. ૬૦૨ માં છે તે ઘેર તેના ઘરેણા તથા દિકરાનુ જન્મ પ્રમાણપત્ર લેવા માટે આવેલ હતા ત્યારે ઉમીયા સમાધાનપંચના પ્રમુખ સહિતના લોકો હાજર હતા ત્યારે ફરિયાદીના ભાઈના સાસુ રેખાબેન, સસરા ધીરજલાલ, ભાભી ભાવીકાબેન તથા તેમની સાથેના અજાણ્યા પાંચ માણસોએ ફરિયાદીને તમારે કાંઇ બોલવાનું થતુ નથી તેમ કહીને ગેરશબ્દો બોલીને ઝપાઝપી કરી હતી તેમજ છુટા હાથે માર માર્યો હતો અને ગળાના ભાગે નખથી વિખોરીયા ભરી ઇજા કરી હતી જે ફરિયાદના આધારે પોલીસે પહેલા ધીરજલાલ વલ્લભભાઇ વાધરીયા, ભાવીકાબેન નલીનભાઇ આઘારા, રેખાબેન ધીરજલાલ વાઘરીયા જાતે પટેલ, ખીમાણંદભાઈ જગમાલભાઇ મારડિયા જાતે આહીર, દેવભાઈ બોઘાભાઈ ઓડેદરા જાતે મેર રહે.જેખડી માંગરોળ અને રાજુભાઇ જલાભાઈ દિવારાણીયા રહે.ધંધુસર તાલુકો વંથલીની ધરપકડ કરી હતી જે બનાવમાં ગઇકાલે તપાસ અધીકારી પીએસઆઇ એમ.પી.સોનારા દ્રારા દેવેન્દ્ર કેશુભાઇ ટીંબર જાતે મેર (ઉમર ૩૦) રહે.મેખડી(ઘેડ) તા.માંગરોળ જી.જુનાગઢની ધરપકડ કરવામાં આવી છે અને હજુ એકની શોધખોળ ચાલુ છે.

સાપ કરડી જતા સારવારમાં

મોરબીના માળિયા હાઇવે ઉપર ભરતનગર પાસે નાલ એશિયન સિમેન્ટ પ્રોડક્ટના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા સંગીતાબેન કાળુભાઈ મોર્ની નામની ૨૫ વર્ષીય મહિલાને સાપ કરડી જતા તેણીને સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવી હતી.જ્યારે મોરબી તાલુકાના બગથળા ગામે રહીને ખેતમજૂરી કામ કરતા સીતુ ભુરીયાભાઈ પાંગીયો જાતે આદિવાસી (૩૦) ને પડકુ કરડી જતાં તેને પણ સારવાર માટે સિવિલ લાવવામાં આવેલ.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના ચરાડવા ગામે રહેતા ભરતભાઈ ચંદુભાઈ સુરેલા નામનો ૩૫ વર્ષીય યુવાન મોરબીની પીપળીયા ચોકડી નજીકથી બાઈકમાં જતો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે અહિંની આયુષ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ખરેડા ગામે ઘર નજીક બનાવવામાં આવેલી બેલાની દિવાલ માથે પડતા પૂજાબેન લકુમભાઈ સોલંકી નામની ૨૨ વર્ષીય યુવતીને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી.






Latest News