મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દાઝી ગયેલ તેમજ ગળાફાંસો ખાઈ ગયેલ બે યુવાન રાજકોટ ખસેડાયા


SHARE







મોરબીમાં દાઝી ગયેલ તેમજ ગળાફાંસો ખાઈ ગયેલ બે યુવાન રાજકોટ ખસેડાયા

મોરબીમાં બે જુદાજુદા બનાવોમાં દાઝી ગયેલ મજુર યુવાન તેમજ ગળેફાંસો ખાઈ ગયેલ યુવાન એમ બે યુવાનોને રાજકોટ ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીકના સિમેરો સીરામીક નામના કારખાનામાં સ્પ્રેડાયરમાં કામ દરમિયાન ગાર કાઢવા જતા સમયે ગરમ પાણીમાં દાઝી ગયેલ જયસિંગ રઘુવીરભાઇ યાદવ જાતે આહિર (ઉમર ૩૧) રહે.હરિઓમ સોસાયટી ઘુંટુ મોરબી-૨ ને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટની સાર્થક હોસ્પીટલે ખસેડાયો હતો.બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

જ્યારે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના જુના ઘાંટીલા ગામે રહીને મજૂરી કામ કરતા અજીબભાઈ રામાભાઈ ડુંગા નામના ૨૨ વર્ષના યુવાને કોઈ કારણસર ગળેફાંસો ખાતા તેને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને પોલીસ તપાસ માટે પહોંચે તે પહેલા જ તેને રાજકોટ ખસેડાયો હોય હાલ બનાવનું કારણ અકબંધ રહેલ છે.

પતિએ માર મરતા સારવારમાં

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક આવેલ કાંતિનગર વિસ્તારમાં રહેતા નસીમબેન અલ્તાફભાઈ સિપાઈ નામની ૨૬ વર્ષીય પરિણીતાને તેના ઘેર તેના પતિ દ્વારા માર મારવામાં આવતા નસીમબેનને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે ધાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતા રેવાબેન પુંજાભાઈ પટેલ નામના ૫૪ વર્ષીય આધેડ મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓના બાઈકની આડે અચાનક બે આખલા આડા ઉતાર્યા હતા જેથી તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી રેવાબેન પટેલને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી છે.






Latest News