મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક સાયકલ ચાલકને હડફેટે લઈ મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ


SHARE







મોરબીના લાલપર નજીક સાયકલ ચાલકને હડફેટે લઈ મોત નિપજાવનાર ટ્રક ચાલકની ધરપકડ

મોરબીના લાલપર ગામ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થતાં સાયકલ સવાર યુવાનને ટ્રક ચાલકે હડફેટે લીધો હતો જેમાં તાલુકા પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરેલ છે.

મોરબીના લાલપર પાસે વિશાલદિપ સોસાયટીમાં રહેતા મનસુખભાઇ રામજીભાઇ વામજા જાતે પ્રજાપતિ (ઉમર ૪૦) એ ટ્રક નં. આરજે ૨૭ જીસી ૩૨૬૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી જણાવ્યુ હતુ કે, લાલપર સિરામિક સીટીના ગેટની બાજુમા નેશનલ હાઇવેના સર્વિસ રોડ ઉપરથી તેમના ભાઈ ભરતભાઇ રામજીભાઇ વામજા જાતે પ્રજાપતિ (ઉમર ૪૫) તેમની સાયકલ લઈને જતાં હતા ત્યારે ટ્રક ચાલકે તેમને હડફેટે લીધા હતા અને ભરતભાઇ રોડ ઉપર નીચે પટકાતાં તેમના પેટ ઉપરથી વાહનનુ વ્હીલ ફરી ગયું હતું અને બન્ને પગમા ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ભરતભાઇનું મોત નીપજયું હતું.બનાવ બાદ આરોપી તેનો ટ્રક મુકીને નાશી ગયો હતો જેથી ફરીયાદને આધારે તાલુકા પીએસઆઇ અજમેરીએ યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક તેજમલસિંગ શંકરસિંગ રાજપુત (ઉમર ૩૦) રહે.આદર્શચુલી બાડમેર રાજસ્થાનની ધરપકડ કરેલ છે.

મારામારીમાં ઇજા

જામનગરના રહેવાસી અનિલ રઘુભાઈ ભોજાસરા નામના ૧૮ વર્ષના યુવાનને મોરબીના શનાળા ગામ પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા તેને સિવિલે સારવાર માટે લવાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.જ્યારે મોરબીના રવાપર રોડ ઉપર રહેતો ચેતન મગનભાઈ ગાંભવા નામનો ૩૬ વર્ષીય યુવાન ઘુનડા સજનપર રોડ ઉપરથી જતો હતો ત્યારે ઘુનડા ગામના પાટીયા પાસે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાઓ થવાથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

યુવતી સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપમાં રાજગોપાલ હાઈટમાં રહેતી એકતા ધવલભાઇ ઘેટિયા જાતે પટેલ નામની ૨૬ વર્ષની યુવતી મોરબીના નવા બસ સ્ટેન્ડ પાસેથી એકટીવા લઈને જતી હતી દરમિયાનમાં એકટીવા સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.






Latest News