વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદના રહેણાક મકાનમાંથી ૯૦ બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









હળવદના રહેણાક મકાનમાંથી ૯૦ બોટલ દારૂ સાથે એક પકડાયો

હળવદ તાલુકાના ખોડ ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે ફળિયામાં ખાડો ખોદીને પોલીસે ઘરમાંથી ૯૦ બોટલ દારૂ સાથે ઘરધણીની ધરપકડ કરી હતી અને તેની પાસેથી પોલીસે ૩૭૯૫૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ખોડ ગામે રહેતા વીરુભાઈ કેશાભાઈ પાટડીયાના મકાનની અંદર દારૂનો જથ્થો હોવાની બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી જેના આધારે પોલીસે આરોપીના ઘરની અંદર દારૂની રેડ કરી હતી અને ફળિયામાં ખાડો ખોદીને ત્યાં ઘરમાંથી દારૂની ૯૦ બોટલો કાઢી હતી જેથી પોલીસે ૩૭૯૫૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી વીરુભાઈ કેસાભાઇ પાટડીયા જાતે કોળી (ઉમર ૩૦) રહે. ખોળ ગામ તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી છે અને આ દારૂની બોટલો આરોપીની પાસે કયાંથી આવી હતી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જુગારી પકડાયા

મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રાજ બેકરી સામે ખડીયાપરામાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસએ ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે અશોકભાઈ જયંતીભાઈ સાલાણી, પ્રેમજીભાઈ ઉર્ફે નાનુભાઈ નારણભાઈ રાણા, અલ્તાફભાઈ હૈદરભાઈ જેડા, શારદાબેન સુરેશભાઈ કમાદરા અને વિજયા સુરેશભાઈ જાસલીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૨૯૫૦ ની રોકડ કબજે કરીને જુગાર હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News