મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ટીમ દ્વારા સદસ્યતા અભિયાન


SHARE







વાંકાનેરના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિલા ટીમ દ્વારા સદસ્યતા અભિયાન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હાલ સદસ્યતા અભિયાન તેમજ ૭૫ માં સ્વતંત્રતા અમૃત મહોત્સવની ઉજવણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે આગામી પહેલી ઓગસ્ટના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક દ્વારા સમગ્ર દેશની બે લાખ શાળાઓમાં ગુજરાતની ૨૫૦૦૦ શાળાઓમાં અને મોરબીની ૫૮૫ શાળાઓમાં સ્વતંત્રતા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજનનો કાર્યક્રમ થવાનો હોય એના પ્રચાર પ્રસાર અને સમજ માટે તેમજ શિક્ષકોને પડતી મુશ્કેલીઓ, પ્રશ્નોની જાત માહિતી મેળવવા અને સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસઘની મહિલા ટીમ નવા કણકોટ-૨, ખખાણા, પીપરડી, જૂના કણકોટ, અગાભી પીપળીયા અને કોટડા નાયાણી વગેરે ગામોની મુલાકાત લઈને બહેનોને મળીને સંગઠનની કાર્યપ્રણાલીથી વાકેફ કરીને સદસ્યતા અભિયાનને વેગ આપવાનો પ્રયાસ કરેલ, પ્રવાસમાં લાભુબેન કરાવદરા મહિલા ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર સંભાગના સહ સંગઠન મંત્રી, મહિલા મંત્રી ક્રિષ્નાબેન કાસુન્દ્રા તથા સ્વાતિબેન રાવલ જોડાયા હતા,અત્રે યાદ રહે કે આ બધી જ માતૃશક્તિ શાળામાં રજા મૂકી, ટાઈમ, ટિફિન અને ટીકીટ લઈ સ્વખર્ચે શાળાઓનો પ્રવાસ કરેલ હોય યજમાન શાળાઓના શિક્ષક બધું-ભગીનીઓમાં પણ ખુબજ ઉત્સાહ જોવા મળ્યો છે






Latest News