વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના જયનગર નજીકથી ૧૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની અટકાયત


SHARE









ટંકારાના જયનગર નજીકથી ૧૧ બોટલ દારૂ ભરેલી કાર સાથે બે શખ્સની અટકાયત

ટંકારા તાલુકાના જયનગરથી વિરવાવ ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી પસાર થતી કારને રોકીને પોલીસે ચેક કરી હતી.ત્યારે તે કારમાંથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી.જેથી કરીને પોલીસે કાર અને દારૂ મળીને રૂા.૩,૦૩,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે શખ્સોની અટકાયત કરી હતી અને તેના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ રીપોર્ટ નેગેટીવ આવતા બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના જયનગરથી વિરવાવ ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપરથી સ્વિફ્ટ કાર નંબર જીજે ૩૬ એસી ૮૧૩૧ પસાર થઈ રહી હતી ત્યારે તે કારને રોકીને પોલીસે ચેક કરતા કારની અંદરથી દારૂની ૧૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૩૩૦૦ રૂપિયાની કિંમતનો દારૂ તેમજ ત્રણ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને રૂા.૩,૦૩,૩૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને પરાગ ભગવાનજીભાઈ ઢેઢી જાતે પટેલ (ઉંમર ૨૪) અને સુરેશ ગણેશભાઈ કગથરા જાતે કોળી (ઉંમર ૨૩) રહે.બંને સાવડી તા.ટંકારા વાળાની અટકાયત કરી હતી અને હાલમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને બંને શખ્સનાં કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરવા માટેની પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

માર મારતા સારવારમાં

મોરબીના મકનસર ગામે રહેતા મહેપાલલભાઈ બી.બેનીવાલ નામના ૫૧ વર્ષના આધેડ તેમની ઓફિસે હતા ત્યારે ત્યાં બે લોકોએ ઈંટ અને પાઇપ વડે તેમને માર મારતા સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના રફાળેશ્વર ગામે રહેતા લક્ષ્મીબેન ભીખુભાઈ કુંદડા નામના ૫૭ વર્ષીય આધેડ મહિલા ઘરેથી પુત્રના બાઈકની પાછળ બેસીને બહાર જતા હતા ત્યારે રસ્તામાં ઘર નજીક જ તેઓ બાઈકમાંથી નીચે પડી જતા પગના ભાગે ફેક્ચર જેવી ઇજા સાથે તેઓને સારવાર માટે ખસેડાયા હતા.

બાળક સારવારમાં

મોરબીના પીપળી રોડ ઉપર આવેલ કિયારા મિનરલ નામના યુનિટ નજીક ઓરડી પાસે રમી રહેલ પિંકેશ પપ્પુભાઈ મેલા નામના ત્રણ વર્ષીય આદિવાસી બાળક ઉપર મોટું ટાયર પડતા ઇજાઓ થવાથી પિંકેશ નામના બાળકને સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખસેડાયો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે




Latest News