માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં યોજાઈ મોનિટર અને GS ની ચૂંટણી


SHARE







મોરબીની ભારતી વિદ્યાલય શાળામાં યોજાઈ મોનિટર અને GS ની ચૂંટણી

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ભારતી વિદ્યાલય શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જ લોકશાહીનું મહત્વ સમજાય અને ભવિષ્યના મતદાતા તરીકે પોતાની શું ફરજ છે ? તે હેતુથી મોનિટર અને જીએસની ચૂંટણી યોજવામાં આવી હતી.ચૂંટણીમાં ધોરણ ૭, ૮ અને ૯ નું કુલ ૧૦૦ ટકા મતદાન  થયેલ અને સમગ્ર શાળામાં કુલ ૯૩.૫૭ ટકા મતદાન થયુ હતુ. કાર્યક્રમનું તમામ સંચાલન અને આયોજન શૈક્ષણિક પ્રોજેક્ટ અંતર્ગત  શાળાના ધોરણ ૧૧ અને ૧૨ ના વિધાર્થીઓ દ્વારા કરવામાં આવ્યુ હતુ. વિદ્યાર્થીઓ આ ચૂંટણી પ્રક્રિયામાં મોનિટર અને જીએસ એમ બંનેમાં પોતાનો કિંમતી અને બહુમૂલ્ય વોટ યોગ્ય ઉમેદવારને આપ્યો.આ સમગ્ર ચૂંટણીના મતદાન ભારત દેશની જૂની અને લોકપ્રિય પદ્ધતિ બેલેટ પેપર થી કરવામાં આવેલ. જેમાં જીએસની ચૂંટણીમાં પ્રાયોરાટી મુજબ મતદાન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં શાળાના સ્થાપક લાલજીભાઈ મહેતા, મોરબી નગર પાલિકા ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, શાળા પ્રમુખ હિતેષભાઇ મહેતા, કમલેશભાઈ મહેતા, પત્રકાર મિત્રો તેમજ બહોળી સંખ્યામાં વાલીઓએ કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.અંતમાં શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાએ વિદ્યાર્થીઓને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ અને લોકશાહીમાં એક મતની શું કિંમત છે તેની માહિતી આપી વિદ્યાર્થીઓને આવા કાર્યક્રમ કરતા રહેવા માટે શુભકામના પાઠવેલ અને વિવેકભાઈ મહેતાએ કાર્યક્રમને શાનદાર બનાવવા માટે તમામ મહેમાનો, વાલીઓ અને તમામ શિક્ષકગણોનો આભાર માન્યો હતો.






Latest News