માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કરી જિલ્લા પુરવઠા અધિકારી-પીજીવીસીએલને ટકોર


SHARE







મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કરી જિલ્લા પુરવઠા અધિકારી-પીજીવીસીએલને ટકોર

મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને લેખીતમાં ફરીયાદ કરીને મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના લાલજીભાઇ મહેતાએ જણાવેલ છેકે, ડીપોમાંથી જરૂરીયાતમંદ અને મધ્યમવર્ગના લોકોને સડેલુ અનાજ-કઠોળ આપવામાં આવે છે તેવી ફરીયાદો ઉઠે ત્યાર પહેલાં તેમાં અનાજ સડે નહી તેવી ગોળીનો ઉપયોગ કરવો જોઇએ.

ભારત સરકાર તરફથી જરૂરીયાતમંદ અને મઘ્યમવર્ગના લોકોને કઠોળ, ઘઉં, ચોખા, તુવેરદાળ તેમજ અન્ય વસ્તુ મળે છે પણ કયારેક સડેલ ખાધ્ય પદાર્થ આવે છે હવે ડીપોમાં કે ગોડાઉનમાં જ વધુ સમય માલ પડયો રહે તો આ ખાદ્ય પદાર્થમાં સડો થવા લાગે ધનેડા તથા નાની-મોટી જીવાત થવાનો ભય રહેલો છે. આવુ અનાજ જાણવા પ્રમાણે ડીપોવાળા પાસેથી ગોડાઉન અધિકારી પરત લેતા નથી જેથી સડેલો જથ્થો ગરીબ અને મધ્યમ વર્ગમાં જાય છે.પુરવઠા વિભાગે હુકમ કરવો જોઇએ કે આવા અનાજ ઘઉં, ચોખા, તુવેર કે અન્ય ખાઘ્ય પદાર્થમાં અનાજમાં નાખવાની ગોળીઓનો ઉપયોગ ડીપોવાળાઓએ કરવો જોઇએ.જો આમ થાય તો ગ્રાહકોને સડેલુ અનાજ ન મળે.

તેમજ પીજવીસીએલના કાર્યપાલક ઇજનેરને લેખીતમાં રજૂઆત કરીને જણાવાયેલ છેકે, મોરબીમાં વી.સી.હાઇસ્કુલની પાછળ આવેલ ટ્રેડ સેન્ટરમાં લગભગ દરોજ દિવસમાં એક વખત લાઇટ જાય છે.જે નાની મુશ્કેલી નથી.આ ટ્રેડ સેન્ટરમાં આશરે સો જેટલી ઓફિસો આવેલ છે.જેમાં વકિલો, આર.ટી.ઓ., તથા સરકારની યોજના ચલાવાની ઓફિસો આવેલ છે.હવે આ ટ્રેડ સેન્ટરમાં ધણાં સમયથી દિવસમાં એક-બે વાર લાઇટ ચાલી જાય છે.વકિલોએ સવારે આવી પોતાના કેઇસ તૈયાર કરવાનાં હોઇ આર.ટી.ઓ. વાળાઓએ પોતાની કામગીરી અગીયાર વાગ્યા પહેલા કરવાની હોય પણ ખાટલે મોટી ખોટ કે લાઇટ ચાલી જાય જેના કારણે ઘણી મુશ્કેલી પડે છે.સરકારની યોજના ચલાવતી ઓફિસને પણ તકલીફ પડે છે.વારંવાર લાઇટ જવી તે પીજીવીસીએલની સેવામાં ખામી ગણાય લાઇન બરાબર ન હોય તો તે પણ રીપેરીંગ કરાવી નાંખવી જરૂરી છે ઘણા સમયથી વિજગ્રાહકો આ પીડા ભોગવી રહયા છે તો આ બાબત તાત્કાલીક ધ્યાન આપી ગ્રાહકોને પડતી મુશ્કેલી દુર કરવામાં આવે કેવી તેઓએ માંગ કરેલ છે.






Latest News