વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

હળવદની સિદ્ધિવિનાયક સોસાયટીમાંથી બોલેરોની ચોરી


SHARE









હળવદની સિદ્ધિવિનાયક સોસાયટીમાંથી બોલેરોની ચોરી

હળવદના રાણેકપર રોડ ઉપર આવેલ મહર્ષિ સ્કૂલ પાસે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેની બોલેરો ગાડીને મૂકી હતી જે સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ શહેરમાં રાણેક્પર રોડ ઉપર આવેલ મહર્ષિ સ્કૂલની પાસે આવેલ સિદ્ધિવિનાયક સોસાયટીમાં રહેતા જમનભાઈ ઉમેશભાઈ યાદવ (ઉંમર ૩૦) એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોલેરો ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે સિદ્ધિવિનાયક સોસાયટીમાં તેઓએ પોતાના ઘર પાસે પોતાની બોલેરો ગાડી નંબર જીજે ૨ વીવી ૯૪૦૭ પાર્ક કરીને મૂકી હતી જે ગાડીને ગત તા. ૧૫/૭ ના રોજ રાત્રિના દસ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના છ વાગ્યે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને સાડા ત્રણ લાખ રૂપિયાની કિંમતની બોલેરો ગાડીની ચોરી કરવામાં આવી હોવાની હાલમાં ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News