માળીયા (મી) તાલુકાના વવાણીયા અને ભાવપરમાં જુગારની બે રેડમાં 11 શખ્સો ઝડપાયા મોરબી સાર્થક વિદ્યામંદિરમાં વ્યસનમુક્તિ જાગૃતિ અભિયાન સેમિનાર શોભના ગાંઠિયા: મોરબીના લાલપર ગામ પાસે નેશનલ હાઇવે રોડ ઉપરની સ્ટ્રીટ લાઈટો બંધ વાંકાનેરના ખીજડિયા ગામે આવેલ શાળામાંથી શિક્ષિકાની તાત્કાલિક બદલી કરવા ઉચ્ચકક્ષાએ કરાઇ રજુઆત મોરબીમાં વિહિપ માતૃ શક્તિ અને દુર્ગાવાહિની દ્વારા બાળ સંસ્કાર વર્ગ યોજાયો હળવદના ચરાડવા ગામે અનુ.જાતિ સમાજના સ્મશાન માટે જમીન ફાળવવા કલેક્ટરને રજૂઆત મોરબી OSEM સ્કૂલના 6 વિદ્યાર્થીઓની SSIP 2.0 અંતર્ગત ત્રણ ઇનોવેટીવ પ્રોજેક્ટની પસંદગી કરાઇ ટંકારાની લજાઈ ચોકડી પાસે સ્થાનિક લોકોએ ઉબડખાબડ રોડ રસ્તાથી કંટાળી ચક્કાજામ કરતાં પોલીસે જાહેરનામા ભંગની કરી કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનના આપઘાતના પ્રયાસના ગુનામાં ચાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનના આપઘાતના પ્રયાસના ગુનામાં ચાર આરોપીની ધરપકડ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે રહેતા યુવાને વ્યાજકોરોના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો અને ત્યાર બાદ તેણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અત્યાર સુધીમાં ચાર આરોપીની ધરપકડ કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે સનરાઈઝ એપાર્ટમેન્ટના બ્લોક નં.૧૦૧ માં રહેતા અતુલભાઇ ડાયાભાઈ પટેલ (ઉમર ૩૩) એ થોડા દિવસો પહેલા વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો ત્યારબાદ તેને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ૧૦ શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, તેને આરોપીઓ પાસેથી ૫.૩૬ લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેને આરોપીઓને મૂડી તેમજ વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં પણ આરોપીઓ દ્વારા અવારનવાર ગાળો બોલીને મુદલ અને વ્યાજની રકમની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી તેને ગુડ નાઈટનું લિક્વિડ પી લીધું હતું અને સારવાર લીધા બાદ યુવાને જીગાભાઈ ઉર્ફે જીગો, રમેશભાઈ બોરીચા, વરૂણભાઇ બોરીચા, રાહુલભાઈ, રવિભાઈ ડાંગર, ડીબીભાઈ રબારી, રાજેશભાઈ બોરીચા, ભોલુભાઈ, સિધ્ધરાજસિંહ ગોહિલ અને કાનો નામના શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અગાઉ ચારેક આરોપીઓની ધરપકડ કરી હતી ત્યાર બાદ હાલમાં આ બનાવમાં વરૂણ જીવણભાઈ જીલરિયા (૨૭) રહે. એપોલો હૉલ પાછળ મોરબી, રાજેશભાઈ દેવાયતભાઇ ડાંગર (૩૩), લાખા દેવાયતભાઇ સાવસેટા (૨૮) અને રમેશ આઇદાનભાઈ સાવસેટા (૨૮) રહે. ત્રણેય ગજડી તેમજ સિદ્ધરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ જાતે દરબાર (૩૨) રહે.ઘુનડા તાલુકો ટંકારા વાળો આગોતરા જામીન સાથે રજૂ થતાં એ ડિવિઝનના પીએસઆઇ એમ.પી.સોનારાએ તેની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી. અને બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News