મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી
Breaking news
Morbi Today

જશ્ને આઝાદી : મોરબીમાં એક્સ ફેક્ટર અને ઇન્ડિયન આઇડલ ફેઈમ કલાકારોએ દેશભક્તિ ગીતોના સુર રેલાવ્યા


SHARE

















જશ્ને આઝાદી : મોરબીમાં એક્સ ફેક્ટર અને ઇન્ડિયન આઇડલ ફેઈમ કલાકારોએ દેશભક્તિ ગીતોના સુર રેલાવ્યા

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આઝાદીમાં પ્રાણની આહુતિ આપનાર કાંતિવિરોની શોર્ય ગાથાને નમન કરવા જશ્ને આઝાદી શિર્ષક હેઠળ સોની ટીવીના એક્સ ફેક્ટર, ઇન્ડિયન આઇડલ અને દિલ હૈ હિન્દુસ્તાની ફેમ રાજસ્થાનના પ્રખ્યાત કલાકારોના સથવારે દેશભક્તિ ગીતોની સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબીમાં વર્ષોથી દેશભક્તિની ભાવનાને સુદ્રઢ બનાવવા માટે પ્રયત્નશીલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસર ઉપર દેશભક્તિથી તરબોળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.સંગીત સંધ્યામાં સોની ટીવીના લોકપ્રિય એક્સ ફેક્ટર અને ઇન્ડીયન આઇડલ તેમજ  દિલ હે હિન્દુસ્તાની જેવા ટીવી શોમાં પોતાની કલા થકી અદભુત પ્રસિદ્ધિ મેળવનાર તેમજ દેશની સાંસ્કૃતિક ધરોહર કહી શકાય એવા રાજસ્થાનના કલાકારો ફકીરા ખેતા ખાન ગ્રુપ તેમજ યુનુસ શેખ અને શૈલૈષ રાવલ, કામોદબેન સહિતના કલાકારો દ્વારા દેશભક્તિના ગીત સંગીતની સુરાવલી રેલાવવામા આવી હતી.શહેર-જીલ્લાના અગ્રણીઓ હાજર રહ્યા હતા.યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારી અને ટીમે કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




Latest News