મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા મોરબીના લખધીરપુર રોડે આવેલ કારખાનામાં મશીનના પટ્ટામાં ફસાઈ જતાં ઇજા પામેલા સગીરનું મોત મોરબીના વૃદ્ધની કડીયાણા નજીક આવેલ વાડીમાંથી 1 લાખના કોપર વાયરની ચોરી હળવદમાં જમીન લે-વેચના ભાગીદારને દલાલી આપી દીધી હોવા છતાં વધુ 5 લાખ માંગીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારના પાલિકાની પહેલી ચૂંટણીમાં મતદારો ઘટતી પ્રાથમિક સુવિધાઓને ધ્યાને રાખીને કરશે મતદાન: ભાજપ-કોંગ્રેસ સહિતના ઉમેદવારોના જીતના દાવા મોરબીના સાઇબર ફ્રોડના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજૂર
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડુસર ગામે જુગારની રેડ : ૩ ઝડપાયા, ૩ ની શોધખોળ


SHARE













વાંકાનેરના વરડુસર ગામે જુગારની રેડ : ૩ ઝડપાયા, ૩ ની શોધખોળ

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ચોરા પાસે બાતમીના આધારે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જો કે, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા સ્થળ ઉપરથી ત્રણ શખ્સોને ૧૦,૯૦૦ ના મુદામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા અને બે શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા જેથી હાલમાં પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધીને નાશી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના વરડુસર ગામે ચોરા પાસે જુગાર રમતા હોવાની બાતમી વાંકાનેર તાલુકા પોલીસ મથકના જુવાનસિંહ અને અજયસિંહને મળી હતી.જેથી વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર.એ.જાડેજા સહીતના સ્ટાફ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી. ત્યારે ગામના ચોરા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા રમેશભાઈ અમરશીભાઈ મકવાણા (૪૮), રોહિતભાઈ નરશીભાઈ નંદાસિયા (૨૮), મયાભાઈ કુકાભાઈ સેવારીયા (૨૭) જુગાર રમતા ઝડપાઈ ગયા હતા જોકે, પોલીસની રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી.ત્યારે નવઘણભાઈ વજાભાઈ શેટાણીયા, પોપટભાઈ સેલાભાઈ ડાભી અને લાખાભાઈ નાથાભાઈ ડાભી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હતા.જેથી તમામ જૂગારીઓની સામે જુગારધારા હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને હાલમાં ૧૦,૯૦૦ નો મુદ્દામાલ કબ્જે કરીને પોલીસે નાસી છૂટેલા આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.(Jugar, glembing)






Latest News