મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજપુત સમાજ આયોજીત સરસ્વતી સન્માન સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી સહિતનાઓના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા


SHARE







મોરબીમાં રાજપુત સમાજ આયોજીત સરસ્વતી સન્માન સમારોહમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને મંત્રી સહિતનાઓના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર આવેલ પંચમુખી હનુમાનજી મંદિરના સત્સંગ હોલ ખાતે મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.આ કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, છાપકામ અને સ્ટેશનરી કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, પ્રાથમિક, માઘ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા ઉપરાંત રાજપુત સમાજના અગ્રણીઓના હસ્તે ધોરણ પાંચથી અનુસ્નાતક તેમજ પીએચડી લેવલ સુધી શ્રેષ્ઠ પ્રદર્શન દાખવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હજુ વધુ આગળ વધી સમાજ તેમજ દેશનું નામ રોશન કરવા શુભેચ્છાઓ પાઠવવામાં હતી.આ કાર્યક્રમમાં મુન્દ્રા-માંડવી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા, પૂર્વનાયબ સચિવ અશોકસિંહ પરમાર, મોરબી રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ ઝાલા, મહામંત્રી મહાવીરસિંહ જાડેજા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી મહાવીરસિંહ ઝાલા, ચેરિટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, જિલ્લા નિરીક્ષક પી.એમ.જાડેજા, મોરબી નગરપાલીકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ રાજપુત સમાજના અગ્રણીઓ જયુભા જાડેજા  (જયદીપ કંપની), પાલીકા ઉપપ્રમુખ જયરાજસિંહ, મહેન્દ્રસિંહ (ક્રિષ્ના ટ્રાવેલ્સ), દશુભા ઝાલા (શકિત વંદના), નરેન્દ્રસિંહસ(પંચાસર), મહેન્દ્રસિંહ (રંગપર), મેઘરાજસિંહ(શકિત મેડીકલ), જયવંતસિંહ વિદ્યાર્થીઓ તેમજ વાલીગણ અને મોરબી જિલ્લાના રાજપુત સમાજના ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.






Latest News