મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય


SHARE







મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય

મોરબીમાં મેડિકલ કોલેજ ઝડપથી શરૂ થાય તે માટે મોરબી માળીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગારપંચાયત (સ્વંતત્ર હવાલો)ગ્રામ વિકાસગ્રામ ગૃહ નિર્માણ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત સક્રિય છે.

જે અંતર્ગત રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયત્નોને સફળતા મળી રહી છે. તેમની સતત સક્રિયતાના કારણે ચાલુ વર્ષે જ નવા શૈક્ષણિક સત્રથી જ મેડિકલ શરૂ  થાય તે માટે મોરબી મેડિકલ કોલેજ માટે જુદી જુદી મેડિકલ કોલેજો માંથી ૪૦ તબીબી શિક્ષકોની નિમણૂંક મોરબી મેડિકલ કોલેજ માટે કરવામાં આવી છે. અને તેમને તાકીદે મોરબી ચાર્જ લઈ લેવા સૂચનાઓ પણ આપવામાં આવી છે. જી.એમ.ઈ.આર.એસ. હસ્તકની જુદી જુદી મેડિકલ કોલેજ ખાતે ફરજ બજાવતા ૪૦ તબીબી શિક્ષકોની બદલી કરીને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ મોરબી ખાતે મૂકવામાં આવ્યા છે.

આ તમામ ૪૦ તબીબી શિક્ષકો મોરબી મેડિકલ કોલેજ ખાતે પોતાનો ચાર્જ સંભાળશે. અત્રે ઉલ્લેખનીય છે કેમોરબીમાં સત્વરે મેડિકલ કોલેજ શરૂ થાય તે માટે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજા અથાગ પ્રયાસો કરી રહ્યા છે. તેમના પ્રયાસોના ફળ સ્વરૂપે મોરબીમાં મેડિકલ કોલેજ હવે ટુંક સમયમાં શરૂ થઈ જશે. મોરબીમાં મેડિકલ કોલેજ શરૂ થવાથી જિલ્લાના વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ મેડિકલનો અભ્યાસ કરવા નહીં જવું પડે. ઘર આંગણે જ તેઓ મેડિકલના અભ્યાસની સુવિધા મળી રહેશે.






Latest News