મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોમાં અરેરાટી


SHARE







મોરબીના જોધપર પાસે જાહેરમાં ફેંકી દેવામાં આવેલ ૧૦૦ થી વધુ ગૌવંશના મૃતદેહોને કુતરાઓએ ફાડી ખાધા: લોકોએ અરેરાટી

મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં જાહેરમાં ગૌવંશોના મૃતદેહને રજડતી હાલતમાં ફેકવામાં આવી રહ્યા છે જેથી સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટી જાય તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહે છે હાલમાં એક બાજુ લંપી વાયરસના કારણે ગૌવંશોના ટપો ટપી મોત થઈ રહ્યા છે તેવા સમયે મોરબી નજીકના જોધપર ગામ પાસે એકી સાથે અંદાજે ૧૦૦ કરતાં વધુના ગૌવંશોના મૃતદેહ રજડતી હાલતમાં પડ્યા છે જેને કુતરા ફાડી ખાતા હોય માનવ મૃત્યુનો મલાજો પણ ગૌમાતા માટે ન જળવાતો હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.

મોરબી સહિત ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર લંપી વાયરસના કારણે ગાય અને ગૌવંશોના મૃત્યુના બનાવો સામે આવી રહ્યા છે અને અનેક ગૌવંશોના મૃત્યુ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે ત્યારે જો મોરબી જિલ્લાની વાત કરીએ તો સરકારી ચોપડે નોંધાયેલ ગૌવંસોના મૃત્યુના આંકડા ઉપર નજર કરીએ તો લગભગ ૮૦ જેટલા ગૌવંશોના મૃત્યુ સમગ્ર મોરબી જિલ્લામાં નોંધાય છે તેવું મોરબી જિલ્લાના પશુપાલન વિભાગના અધિકારી જણાવી રહ્યા છે જોકે બીજી બાજુની વાત કરીએ તો મોરબી નજીકના જોધપર ગામ પાસે આવેલ પટેલ બોર્ડિંગની પાછળના ભાગમાં ઢાળ ઉપર જે ડમ્પિંગ પશુઓના મૃતદેહના નિકાલ માટે બનાવવામાં આવી છે ત્યાં અંદાજે ૧૦૦ થી વધુ ગૌવંશોના મૃતદેહ પડ્યા છે અને તે છેલ્લા દિવસોમાં લંપી વાયરસ કે અન્ય કોઈપણ કારણોસર મૃત્યુ પામેલા ગૌવંશોના જ મૃતદેહ હોય તેવું જોવા જાણવા મળી રહ્યું છે.

જેથી કરીને એકી સાથે લગભગ ૧૦૦ જેટલા ગૌવંતોને રજડતી હાલતમાં મૃત અવસ્થામાં ફેંકી દેવામાં આવ્યા હોવાથી શિકારી કુતરા સહિતના જાનવરો તેને ફાડી ખાતા હોય ત્યારે સામાન્ય લોકોને પણ અરેરાટી છૂટે તેવા દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે અને ત્યારે આવી રીતે રજડતી હાલતમાં મૃતદેહનો નિકાલ કરવામાં આવતા ગૌવંશોના મૃત્યુનો મલાજો પણ ન જળવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે જેથી આ મૃતદેહનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તે જરૂરી છે કારણ કે લંપી વાયરસની સાથો સાથ અન્ય રોગચાળો અને બીમારી પણ આવી રીતે આડેધડ ગૌવંશોના મૃતદેહનો નિકાલ કરવાના કારણે ફેલાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી હવે જોવું એ રહેશે કે જવાબદાર અધિકારીઓ અને તંત્ર ક્યારે હરકતમાં આવે છે.  #lampi #Gow #morbitoday #smogujrat #harssangvi #kamlam #crpatil #narendramodi #congres






Latest News