મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા આમ આદમી પાર્ટીની માંગ
મોરબીના ખોખરા હનુમાન મંદિરે મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાઇ વન મહોત્સવની ઉજવણી
SHARE
મોરબીના ખોખરા હનુમાન મંદિરે મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં કરાઇ વન મહોત્સવની ઉજવણી
મોરબી નજીક આવેલ ખોખરા હનુમાનજી ધામ બેલા-રંગપર ખાતે જિલ્લાકક્ષાના ૭૨માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંત્રી અધ્યક્ષસ્થાને ધમેન્દ્રસિંહ જાડેજા હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ઇ.સ. ૧૯૫૦માં કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવ ઉજવણીની જાહેરાત કરી હતી. તેમજ જયારે કેન્દ્ર સરકારમાં પર્યાવરણ ખાતુ નવુ શરૂ કરવામાં આવ્યું ત્યારે તેને પ્રથમ મંત્રી તરીકે વાંકાનેર રાજવી પરીવારના દિગવિજયસિંહ ઝાલાની નિમણૂક કરવામાં આવી હતી. સમગ્ર વિશ્વને કોરોના મહામારીએ હલાવી નાખી ત્યારે આપણે બધાને વૃક્ષોનું મહત્વ સમજાયું હશે. ગુજરાત ગ્રીન બને અને રણીયામણું બને એ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે.આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મોરબી માળિયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ પાનાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને કનકેશ્વરીદેવીએ વૃક્ષોનું મહત્વ સમજાવતા જણાવ્યું હતુ કે આપણુ શરીર પાંચ તત્વોનું બનેલુ છે તેથી આપણે દરેકે પાંચ વૃક્ષો વાવા જોઇએ. વૃક્ષો વગર અસ્તિત્વ શકય નથી. જીવશૃષ્ટીના અસ્તિત્વ સાથે વૃક્ષોનું પણ અસ્તિત્વ જોડાયેલું છે. અને આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન અને કાર્યક્રમના અંતે આભારવિધિ હળવદ આર.એફ.ઓ. પી.જે. જાડેજાએ કરી હતી. અને આ કાર્યક્રમમાં હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ સિહોરા, કલેકટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસવડા એસ.આર ઓડેદરા, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, અગ્રણી સર્વે જયોતિસિંહ જાડેજા, કેશરીસિંહજી, અજયભાઇ લોરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.