વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ટંકારાના વિરપર ગામે સ્મશાનમાં ઓમ પ્રાર્થના હોલના દાતા અને સેવા આપનારના સન્માન કરાયા


SHARE









ટંકારાના વિરપર ગામે સ્મશાનમાં ઓમ પ્રાર્થના હોલના દાતા અને સેવા આપનારના સન્માન કરાયા

ટંકારા તાલુકાના વિરપર ગામે દાતાઓ દ્વારા પ્રાથના હોલ બનાવી આપવામાં આવ્યો હોઈ દાતાઓ તેમજ સેવાભાવીકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ધૂન ભજન પણ ગૌશાળા મંડળ દ્વારા રાખવામાં આવેલ.હોલ માટે રૂા.૫,૫૫,૫૫૫ ની રકમના દાતા સુભાષ રાઘવજી બાવરવાનું સન્માન સરપંચ મહેશભાઈ દ્વારા કરવામાં આવેલ.તેમજ આટલી જ રકમના બીજા દાતા મહેન્દ્ર ટપુભાઈ લીખિયાનું સન્માન વલમજીભાઈ રાજપરા દ્વારા કરવામાં આવેલ.તેમજ ત્રીજા દાતા કેશવજી પરસોતમ કોરિંગાનું સન્માન હરેશ બાબુલાલ મુંદડીયા દ્વારા કરવામાં આવેલ.તેમજ હોલના કામમાં જુદીજુદી રીતે ઉપયોગી બનેલ ધનજી ચતુરભાઇ લિખીયા, ભીખા જાગાભાઈ મુંદડીયા, કમલેશ પ્રભુભાઇ કાસુન્દ્રાનું સન્માન ગ્રામ પંચાયતના સભ્યો મયુર પ્રભુભાઈ બાવરાવા, મેહુલ શિવલાલ લીખિયાં, હર્ષદ વજાભાઈ ભુભરીયા દ્વારા કરવામાં આવેલ.કાર્યક્ર્મને સફળ બનાવવા સાવન ધનજીભાઈ બાવરવા, મનસુખ બચુભાઈ રાજપરાએ જહેમત ઉઠાવી હતી હતી.મોટી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપી હતી.




Latest News