મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માતે ઈજા પામેલ યુવાનનું રાજકોટ ખાતે મોત, રોયલ પાર્કમાં ઘરમાંથી રૂા.સાત હજારનો દારૂ પકડાયો મોરબીમાંથી ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો મોરબીના પીપળીયા-ફગસીયા રોડ ઉપર સૂતેલા યુવાન ઉપર ડમ્પરનું વ્હીલ ફેરવી દેનાર સામે કાર્યવાહી હળવદ તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપમાં ભગવો લહેરાયો ટંકારા તાલુકાનાં ડેમી -2 ડેમમાંથી ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો તારા દીકરાના કારણે અમારી પેઢીમાં નુકસાની આવેલ છે કહીને હળવદમાં વૃદ્ધને બે શખ્સોએ માર માર્યો હળવદના જુના અમરાપર-ચાડધ્રા વચ્ચે ટ્રેક્ટર પલટી મારી જતા નીચે દબાઈ ગયેલા યુવાનનું સારવારમાં મોત હળવદમાં રહેતા યુવાનને ખોદકામ કરતાં મળી આવેલ એક કિલો સોનાનો હાર-3 કિલો ચાંદીના સિક્કા 40 ટકા સસ્તા દેવાનું કહીને 5 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં દરરોજ ૨૦૦ થી વધુ પશુઓને એક ટીમ રસી આપે તેવું આયોજન કરો: મનીષા ચંદ્રા


SHARE







મોરબી જિલ્લામાં દરરોજ ૨૦૦ થી વધુ પશુઓને એક ટીમ રસી આપે તેવું આયોજન કરો: મનીષા ચંદ્રા

મોરબી જિલ્લા પ્રભારી સચિવ  મનીષા ચંદ્રા (IAS)ના અધ્યક્ષસ્થાને પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસ- ચર્મ રોગને રોકવા તેમજ પશુઓની સારવાર માટે પશુપાલન વિભાગ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાની સમીક્ષા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રભારી સચિવએ જણાવ્યું હતું કેપશુપાલન વિભાગ દ્વારા એવું નક્કર આયોજન કરવામાં આવે કેજિલ્લાના સંબંધિત તમામ પશુધનને ૧૫મી ઓગસ્ટ સુધીમાં રસીકરણ હેઠળ આવરી લેવામાં આવે. રસીનું વેસ્ટેજ ન થાય તે બાબત પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કેદરરોજના ૨૦૦ થી વધુ પશુઓને એક ટીમ દ્વારા રસી આપવામાં આવે તેવી સ્ટ્રેટેજી બનાવવામાં આવે તે જરૂરી છે.  જિલ્લામાં મયુર ડેરી તેમજ ગોપાલ ડેરી દ્વારા પણ પશુઓમાં રસીકરણ કરવામાં આવી રહ્યું છે તેની વિગતો મેળવી પશુપાલન વિભાગને તેનું મોનીટરીંગ કરવા પણ સૂચન કર્યું હતું. હાલમાં અન્ય જિલ્લાઓની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ બાબતને વધુ ગંભીતાપૂર્વક લેવા પણ તેમણે તાકીદ કરી હતી. ઉપરાંત પશુપાલન વિભાગના હાલના મહેકમ તેમજ મંજૂર મહેકમની વિગતો મેળવી સબંધિત સૂચનો કર્યા હતા. આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલડીડીઓ પરાગ ભગદેવએએસપી અતુલ બંસલ સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News