માળીયા હળવદ હાઇવે રોડ ઉપરથી 6672 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે એક ઝડપાયો, 40.16 લાખનો મુદ્દામાલ કબજે: માલ મોકલાવનાર-મંગાવનાર સહિતનાઓને પકડવા તજવીજ શરૂ ટંકારાના ખાખરા ગામેથી 45 બોટલ દારૂ સાથે એક ઝડપાયો: મોરબીમાંથી દારૂની 7 બોટલ સાથે એક પકડાયો મોરબીમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ: ફૂલછાબ કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા હળવદના રાયસંગપર ગામ પાસે ડબલ સવારી બાઈક સ્લીપ થતા એકનું મોત: એકને ઇજા મોરબીના સાદુળકા ગામ પાસે નવા બનતા કારખાનામાં તોડફોડ કરીને 3.5 લાખનું નુકસાન: 1.75 લાખના કોપર વાયરની ચોરી મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર કાર ચાલકે બાઈકને હડફેટે લેતા હાથ કપાઈ જવાથી આધેડનું મોત મોરબીના ઘુટુ ગામ નજીક કારખાનામાં ગેરકાયદેસર પ્રવેશ કરનારા શખ્સોને રોકનાર સિક્યુરિટી ગાર્ડ ઉપર ધારદાર પતરા વડે જીવલેણ હુમલો, ચાર સામે ફરિયાદ મોરબી શહેર અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના જુદા જુદા બનાવમાં કુલ ત્રણ વ્યક્તિઓના મોત
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE













મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ સાથે સૌ પ્રથમવાર સમાજનો પારિવારીક સ્નેહમિલનનો કાર્યક્રમ શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાયો હતો જેમાં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહ માં ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે ધો. ૧ થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ અને શિક્ષણ ઉપયોગી વસ્તુઓની ભેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા

આ જાજરમાન કાર્યક્રમને ઉપસ્થિત મહેમાન મહાનુભાવોએ બિરદાવી મોરબી દશનામ યુવક મંડળને અભિનંદન પાઠવ્યા હતા ભગવા ગ્રુપે યુવક મંડળની ટીમનું સન્માન કર્યું હતું આ સમારોહમાં ઉપસ્થિત સોમગીરી પ્રભાતગીરી રાજકોટ (નિવૃત્ત પીએસઆઇ રાજકોટ)તેમજ ચેતનગીરી (વાંકાનેર), ડો. મનીશગીરી કાંતિગીરી રાજકોટ, કરણપુરી લક્ષ્મણપુરી ભાણવડ, હસુબાપુ(ભગવા ગ્રુપ રાજકોટ) પૂજ્ય સંત બુદ્ધગીરી બાપુ, પાનાપતી મહંત પંચ દશનામ જુના અખાડા જુનાગઢ, મહંત ભાવેશ્વરીબેન (રામધન આશ્રમ) સહિત મોરબી વાંકાનેર રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભરમાંથી સંતો મહંતો ગોસ્વામી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં આગેવાનોએ વાલીઓને બાળકોને વધુને વધુ શિક્ષણ અપાવી ગોસ્વામી સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ મેળવી ડોક્ટર એન્જિનિયર કલેકટર સહિતના ઉચ્ચ પદ પર બિરાજીત થાયને તમારા પરિવારનું તેમજ સમાજનું નામ રોશન કરે તેમજ ગોસ્વામી સમાજ વધુને વધુ સંગઠીત બનાવોને સાથે સાથે સમાજના સંગઠનોને મજબૂત બનાવવા જણાવ્યું હતું બાળકોને યુવાનો મોબાઇલનો ઉપયોગ શિક્ષણમાં કરે જરૂર વગરની મોબાઇલની ટેવ બાળકોમાં ન પાડો ખોટા વ્યસન છોડવા પર ભાર મૂક્યો હતો તેમજ ઉપસ્થિત મહેમાનોએ વધુમાં વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે તેમની સિદ્ધિ બદલ શિલ્ડને સંભારણારૂપ સાચવજો જે ઘરમાં બીજા બાળકોને ભણવા માટે પ્રેરણા સ્ત્રોત બનશે આ સમારોહને સફળ બનાવવા મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ પ્રમુખ તેજશગીરી મગનગીરી, ઉપપ્રમુખ બળવંતગીરી દેવગીરી,મંત્રી નિતેશગીરી સંજયગીરી, તેમજ દેવેન્દ્રગીરી,અક્ષયગીરી, એડવોકેટ હાર્દિકગીરી દિલીપગીરી, પૂર્વ પ્રમુખ અમિતગીરી સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી સફળ બનાવ્યો હતો






Latest News