મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

ટંકારાના છતર પાસે આધેડની જાણ બહાર ખોટા ડીડના આધારે ભાગીદારે કારખાનું વેચી નાખ્યું !


SHARE









ટંકારાના છતર પાસે આધેડની જાણ બહાર ખોટા ડીડના આધારે ભાગીદારે કારખાનું વેચી નાખ્યું !

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપર રહેતા આધેડની ભાગીદારી વાળું આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ટંકારા તાલુકાનાં છતર ગામની સીમમાં આવેલ છે તેના અન્ય ભાગીદારે તેની ખોટી સહિત કરીને નવી ભાગીદારી ડીડ બનાવની નાખી હતી અને તે ખોટા ડીડનો ખરા તરીકે ઉપયોગ કરીને કારખાનનો દસ્તાવેજ પણ બીજી પાર્ટીને કરી આપ્યો હતો જેની જાણ આધેડને સહિના પોલીસ વેરિફિકેશન વખતે થઈ હતી જેથી કરીને હાલમાં આધેડે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને તેના જૂના ભાગીદાર અને તે ભાગીદારના કાકા સહિતના છ આરોપીઓની સામે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાનાં બાદનપર રહેતા ભરતભાઇ પ્રાગજીભાઇ સંતોકી જાતે પટેલ (૫૨) એ હાલમાં અજયભાઇ ધનજીભાઇ સંતોકી રહે. યુનીવર્સીટી રોડ સુમન પેલેસ રાજકોટ મુળ રહે. બાદનપર, આષિશ રમેશભાઈ નંદાસણા રહે. નંદભુમી એપાર્ટમેંટ ટી.એન.રાવ કોલેજ સામે રાજકોટ, ગોરધનભાઇ છગનભાઇ સંતોકી રહે. જામનગર મુળ રહે. બાદનપર, દિપકકુમાર ગોરધનભાઈ સંતોકી રહે. જામનગર મુળ રહે.બાદનપર અને નવા ભાગીદારી ડીડમા સાક્ષી તરીકે સહી બે શખ્સ આમ કુલ મળીને છ શખ્સોની સામે વિશ્વાસઘાત, છેતરપીંડી અને ઠગાઈ કરી હોવાની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની ભાગીદારી વાળું આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ટંકારા તાલુકાનાં છતર ગામની સીમમાં આવેલ છે ગત તા.૧૫/૫/૨૦૧૮ ના રોજ કોઇ પણ સમયે આરોપીઓ દ્વારા છતર ગામની સીમમાં તમામ આરોપીઓએ એકબીજા સાથે મીલાપીપણુ કરીને નવા ભાગીદારી ડીડમા તેઓની સહીને લગતી મળતી સહી કરી નાખી હતી અને ફરીયાદીની જાણ બહાર ખોટુ ડીડ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને તેઓની ભાગીદારી વાળું કારખાનું અન્યને વેચાણ કરીને ૧.૯૦ કરોડથી વધુની રકમનો દસ્તાવેજ પણ કરી આપ્યો છે આમ આર્થિક લાભ મેળવવા માટે તેઓની જાણ બહાર તેના જૂના ભાગીદાર અજયભાઇ ધનજીભાઇ સંતોકીએ તેના કાકા ગોરધનભાઇ છગનભાઇ સંતોકી અને કાકાના દીકરા દિપકકુમાર ગોરધનભાઈ સંતોકીનો કારખાનામાં ભાગીદાર તરીકે સમાવેશ કરી લીધો હતો અને બાદમાં અન્યને આ કારખાનાનો વેચાણ દસ્તાવેજ કરી આપેલ છે આમ ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી ઠગાઈ કરવામાં આવી હોવાથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૧૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News