મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીની મેડિકલ કોલેજચાલુ વર્ષથી જ શરૂ થશે: બ્રિજેશભાઇ મેરજા


SHARE









મોરબીની મેડિકલ કોલેજચાલુ વર્ષથી જ શરૂ થશે: બ્રિજેશભાઇ મેરજા

મોરબીમાં સરકારી મેડિકલ કોલેજ મંજૂર કરવામાં આવી છે તેને ચાલુ શૈક્ષણિક વર્ષથી જ શરૂ કરવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ધારાસભ્ય અને રાજીના મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યુ છે કે, ચાલુ વર્ષથી મોરબીની સરકારી મેડિકલ કોલેજની શરૂ થવાની છે અને ૧૦૦ સીટની પ્રથમ બેચ હશે.

મોરબીમાં રેલવે સ્ટેશન પાસે આવેલ ગીબ્સન મિડલ સ્કૂલ ખાતે મોરબી જિલ્લાની સરકારી મેડિકલ કોલેજ કાર્યરત થવાની છે તેના માટે તૈયારીઓ કરવામાં આવી છે અને ભવિષ્યમાં આ કોલેજ શનાળા ગામ પાસે બનાવની છે જો કે, રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ આ કોલેજ માટે અંગત રસ લઈને રાજ્યકક્ષાએ તથા કેન્દ્ર કક્ષાએથી ફોલોઅપ લૂધુ હતું જેથી નેશનલ મેડિકલ કમિશન- ન્યુ દિલ્હી દ્વારા મોરબી મેડિકલ કોલેજને ૧૦૦ સીટની પ્રથમ બેચ ઓક્ટોબરથી ચાલુ કરવાની મંજૂરી મળી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ગત તા. ૨ ના રોજ જ મેડિકલ કોલેજ માટે વર્ચ્યુઅલ ઇન્સ્પેકશન થયું હતું. આ સાથે મંત્રી બ્રિજેશભાઈએ સમીક્ષા પણ કરી હતી. અને હાલમાં પ્રથમ બેચને મંજૂરી મળતા મંત્રી બ્રિજેશભાઈએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો મોરબીવાસીઓ વતી આભાર માન્યો છે.




Latest News