મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદના ટીકર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ


SHARE







હળવદના ટીકર પાસેથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એકની ધરપકડ

હળવદ તાલુકાના ટીકર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા કોઝવે ઉપરથી પસાર થઇ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દેશી બનાવટની મેગેઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને ૧૦૦૦૦ રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને હાલમાં એક શખ્સની ધરપકડક કરેલ છે અને આ શખ્સે જેની પાસેથી હથિયાર લીધું હતું તેને આ ગુનામાં પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ થોડા સમય પહેલા મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા મોરબી અને માળિયા તાલુકામાં એક એક હથિયાર સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને તે પૈકીના એક શખ્સે હળવદ તાલુકામાં પણ ગેરકાયદે હથિયાર દીધું હોવાની માહિતી તેની પાસેથી મળી હતી જેથી કરીને મોરબી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા હળવદ તાલુકાના ટીકર ગામ તરફ જવાના કોઝવે રોડ પરથી પસાર થતાં ટીકર ગામે રહેતા હબીબ ઉર્ફે બદિયો હાસમભાઇ ભટ્ટી જાતે સંધિ (ઉંમર ૩૦) ને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની મેગ્ઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે હાલમાં તેની પાસેથી ૧૦૦૦૦ ની કિંમતનું હથિયાર કબજે કરી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે અને આ શખ્સે અગાઉ મોરબી જિલ્લામાં હથિયાર સાથે ઝડપાયેલ નુરસિંગ ઇકસિંગ આદિવાસી રહે. હાલ લક્ષ્મીનગર વાળા પાસેથી હથિયાર લીધું હોવાની માહિતી આપી હોવાથી પોલીસે તેની સામે ગુનો નોંધીને આ ગુનામાં તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે






Latest News