વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ


SHARE









મોરબીમાં ભારત વિકાસ પરિષદ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા યોજાઇ

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયામ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા-૨૦૨૨ નું મોરબીના રવપર રોડ ઉપર આવેલ નિલકંઠ વિદ્યાલય ખાતે આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં મોરબી જિલ્લામાં આવતી શાળાઓમાંથી ૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને દેશ ભક્તિનાં ગીતો રજૂ કર્યા હતા આ સ્પર્ધામાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડીયા તેમજ નિલકંઠ વિદ્યાલય મોરબી વતી તેના પ્રતિનિધિ શ્રીમતી દિપ્તીબેન સાવરિયા હાજર રહેલ હતા અને આ સ્પર્ધામાં ડો. ભાવનાબેન ભટ્ટ અને ડો. પ્રેયસભાઈ પંડ્યાએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી અને સ્પર્ધામાં જે વિદ્યાર્થીઓ વિજેતા થયેલ છે તેમાં પ્રથમ ક્રમે નવયુગ સંકુલ- વિરપર તથા દ્ધિતીય ક્રમે રાઉન્ડ ટેબલ સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય-હળવદ તથા તૃતીય ક્રમે શ્રી સરસ્વતી શિશુમંદિર -હળવદ વિજેતા છે જેઓને શિલ્ડ અને પ્રમાણપત્ર અભય ઈલેક્ટ્રીક્સ કંપની-મોરબી દ્રારા આપવામાં આવેલ છે આ સ્પર્ધાના મુખ્ય સંયોજક તરીકે ધ્રુમીલભાઈ આડેસરા તેમજ સહસંયોજક તરીકે હિંમતભાઈ મારવણીયા હતા અને આ કાર્યક્રમનું સફળ સંચાલન દિલીપભાઈ પરમાર અને રવિન્દ્રભાઈ ત્રિવેદી દ્રારા કરવામાં આવ્યું હતું અને ભારત વિકાસ પરિષદ-મોરબીના પ્રમુખ ડો.જયેશભાઈ પનારા અને વરિષ્ઠ સભ્યો મનહરભાઈ કુંડારિયા, ચિરાગભાઈ હોથી, રમેશભાઈ છૈયા, વિનુભાઈ મકવાણા, દિનેશભાઈ હુંબલ વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી




Latest News