મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદના રાણેકપર-ટંકારાના લજાઈમાં એલસીબીની રેડ: ૧૩ જુગારી ૧.૩૨ લાખના મુદામાલ સાથે પકડાયા


SHARE







હળવદના રાણેકપર-ટંકારાના લજાઈમાં એલસીબીની રેડ: ૧૩ જુગારી ૧.૩૨ લાખના મુદામાલ સાથે પકડાયા

હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેણાંક મકાનમાં તેમજ ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે સીમમાં વાડીની ઓરડીમાં પોલીસે જુદી જુદી જુગારની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૧૩ જુગારીઓ જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૧૩૨૪૫૦ મુદ્દામાલ કબજે કરીને તેની સામે જુગારા ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના રાણેક્પર ગામે રહેણાંક મકાનની અંદર જુગાર રમતા હોવાની એલસીબીની ટીમના તેજસભાઈ વિડ્જા અને ભરતભાઇ જીલરિયાને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રહેતા મણીલાલ નાનજીભાઈના રેણાક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરધણી મણીલાલ નાનજીભાઈ માકાસણા, રવજીભાઈ પ્રભુભાઈ પરમાર, જનકસિંહ ચંદ્રસિંહ ઝાલા, હિતેશગીરી નરભેગીરી ગોસ્વામી, અમિતભાઈ ડામરભાઈ ધામેચા, સંજયભાઈ ગિરધરભાઈ ગાંધી અને ચંદુભાઈ રતિલાલ માકાસણા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે આ જુગારીઓ પાસેથી ૬૯૯૫૦ ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તો મોરબી જિલ્લા એલસીબીની ટીમના પૃથ્વીસિંહ જાડેજા અને વિક્રમ કુગશિયાને મળેલ બાતની આધારે ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે ત્યાં જુગાર રમતા કરસનભાઈ દેવકણભાઈ શેરસીયા, મનસુરઅલી બરકતઅલી રૈયાણી, ચંદુભાઈ બોઘાભાઈ દલસાણીયા, હર્ષદભાઈ આંબાભાઈ મંડલી, સંજયભાઈ વિજયભાઈ બાંભણીયા અને આરીફભાઈ અલાઉદ્દીનભાઈ કડીવાર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે ૬૨૫૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરેલ છે






Latest News