મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ઢુવા અને વઘાસિયા પાસે આવેલ કયુટોન કારખાનામાં આઇટીનું સર્ચ ઓપરેશન


SHARE







મોરબી જીલ્લામાં ઢુવા અને વઘાસિયા પાસે આવેલ કયુટોન કારખાનામાં આઇટીનું સર્ચ ઓપરેશન

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા અને વઘાસીયા ટોલનાકા નજીક જુદા જુદા બે કારખાનામાં આઈટી વિભાગ દ્વારા આજે વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને હાલમાં નાણાકીય વ્યવહારોની તપાસ આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે

મોરબીની આસપાસના વિસ્તારમાં આવેલ સીરામીક ઉદ્યોગ આવતીકાલે તા. ૧૦ થી એક મહિના સુધી પ્રોડક્શન બંધ કરી રહ્યો છે અને તમામ કારખાનાઓ બંધ રહેવાના છે ત્યાર પહેલાં આજે મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાની હદમાં વઘાસીયા ટોલનાકા પાસે આવેલ ક્યુંટોન સિરામિક તેમજ ઢુવા પાસે વરમોરા કારખાનાની પાછળના ભાગમાં આવેલ કયુટોન સીરામીક ખાતે આજે વહેલી સવારથી આઈટી વિભાગની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને આઇટી વિભાગના અધિકારીઓ દ્વારા હાલમાં બંને કારખાનાઓમાં નાણાકીય વ્યવહારોની તપાસ કરવામાં આવી રહી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલમાં અગ્રવાલ ગ્રુપ દ્વારા આ બંને સીરામીક કારખાનાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને આ ગ્રુપની મુખ્ય ઓફિસ અમદાવાદના પ્રહલાદ નગર વિસ્તારમાં આવેલ છે ત્યાં પણ આઈટી વિભાગની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે તેના ભાગરૂપે મોરબી જિલ્લાના આ બંને કારખાનામાં આઈટી વિભાગની ટીમો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે






Latest News