વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૨૦ જુગારીઓ ૭૬૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા


SHARE









 

વાંકાનેર-હળવદમાં જુગારની ત્રણ રેડ: ૨૦ જુગારીઓ ૭૬૨૦૦ ના મુદામાલ સાથે પકડાયા

મોરબી જિલ્લાના વાંકાનેર અને હળવદ તાલુકામાં જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી ત્યારે ૨૦ જુગારીઓ કુલ મળીને ૭૬૨૦૦ ની રોકડ સાથે ઝડપાયા હતા જેથી પોલીસે તેની સામે જુગાર ધારા મુજબ ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

વાંકાનેર તાલુકાના દલડી ગામની સીમમાં ચામુંડા એન્ટરપ્રાઇઝ પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાકી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે રોહીતભાઈ મનસુખભાઈ વાઘેલા, ગોરધનભાઈ કરસનભાઈ ધોરીયા, વિનુભાઈ કેશાભાઈ વાઘેલા, રાજુભાઈ કરસનભાઈ ધોરીયા, વિનુભાઈ ધીરુભાઈ રંગપરા, રસિકભાઈ ચતુરભાઈ વાઘેલા, સવજીભાઈ માવજીભાઈ ચૌહાણ અને ભવાનભાઈ દેવાભાઈ વાઘેલા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૪૧૦૦૦ રૂપિયાની રોકડ કબજે કરી તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદમાં જોગણી માતાજીના મંદિર પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સીતાભાઈ રામાભાઈ રાઠોડ, હિંમતભાઈ ખેતાભાઇ રાઠોડ, લાલાભાઇ ધોકળભાઈ રાઠોડ અને સુલતાનભાઈ રામાભાઇ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે જુગારીઓ પાસેથી ૧૫૫૦૦ ની રોકડ કબજે કરીને જુગારનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હળવદ તાલુકાના ભલગામડા ગામે પંચાયતની ઓફિસ પાસે રહેતા છેલાભાઈ ધારાભાઈના મકાન પાસે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દીપકભાઈ સુરાભાઈ લીલાપરા, ધીરજભાઈ રાજુભાઈ દેત્રોજા, જાદવભાઈ બાબુભાઈ ઇન્દરિયા, જગદીશભાઈ ગેલાભાઈ ચોરીયા, કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા, ઇન્દ્રજીતસિંહ મનસુખભાઈ પરમાર, પરસોત્તમભાઈ શંકરભાઈ હડિયલ અને હરેશભાઈ મનજીભાઈ ખાવડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૯૭૦૦ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News