મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે


SHARE







હળવદમાં યંગ ઇન્ડિયા દ્વારા ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાશે

દેશ આઝાદ થયોને ૭૫ વર્ષ પુરા થતા આ રાષ્ટ્રીય પર્વમાં ભારતીયો જોડાતા હોય છે ત્યારે હર ઘર તિરંગાને સાર્થક કરવા માટે સરકારી તંત્ર અને આગેવનો જહેમત ઉઠાવી રહ્યા છે તેવી જ રીતે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી માટે હળવદમાં  વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી ૧૩ ઓગસ્ટે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા નીકળશે.

હળવદમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-મોરબી અને વિવેકાનંદ સાયન્સ એકેડમી-હળવદ દ્વારા આગામી ૧૩  ઓગસ્ટના રોજ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દરેક લોકોમાં દેશના સ્વંભિમાનના પ્રતીક તિરંગાથી રાષ્ટ્ પ્રત્યેની કૃતજ્ઞતા જાગૃત કરવા આશરે ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડીનંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો પર ફરીને દરેક લોકોમાં દેશ પ્રત્યે કઈ કરી છુંટવાની ભાવના જાગૃત કરાશે. ત્યારે દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કેદેશની આનબાન અને શાન ગણાતા તિરંગાની રક્ષા માટે આપણા દેશના જાબાઝ સૈનિકોએ પ્રાણની આહુતિ આપી છે ત્યારે તિરંગો જ્યારે લહેરાય ત્યારે દરેક ભારતવાસીઓ આપોઆપ ઉભા થઈને નત મસ્તકે સલામી આપે છે.તેથી દેશના ક્રાંતિવીર અને બોર્ડર ઉપર લડતા જવાનો જેવી જ રાષ્ટ્ભાવના આ તિરંગાથી આપણા દરેકમાં જાગૃત થાય તે માટે આ સરાહનીય પ્રયાસ કરાયો છે.

બાળકોને ભોજન કરાવ્યુ

મોરબીમાં દરેક તહેવારોની અનોખી ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આજે શ્રાવણ માસના બીજા સોમવારે પણ ખરા અર્થે ભગવાન શિવ રાજી થાય તેવું સરાહનીય કાર્ય કર્યું હતું ખાસ કરીને દુધથી વાંચીત રહેતા ઝૂંપટપટ્ટીના ગરીબ બાળકો સહિતનાઓને દૂધપાક-પુરીભાજીનું ભરપેટ ભોજન કરાવીને તેમની જઠરાગ્નિ તૃપ્ત કરીને જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.






Latest News