મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













માળીયા(મી)ના ખાખરેયા ગામે નદીમાં ન્હાવા જતાં પથ્થર વાગવાથી ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

માળીયા તાલુકાના ખાખરેયા ગામે આવેલ નદીમાં ન્હાવા માટે પડેલ યુવાનને છાતી અને ગળાના ભાગે પથ્થર વાગવાથી તેને ગંભીર ઈજા થઈ હતી માટે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત થયું છે જેથી કરીને બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળીયા તાલુકાના ખાખરેચી ગામે રહેતા સોંઢાભાઈ ચનાભાઇ પાટડીયા (ઉંમર વર્ષ ૨૨) પોતાના ગામની બાજુમાં આવેલ નદીમાં નાહવા માટે પડ્યા હતા અને ત્યારે નદીમાં પડતાની સાથે જ તેને છાતી અને ગળાના ભાગે નદીમાં રહેલ પથ્થર વાગતા તેને ગંભીર ઇજાઓ થઇ હતી માટે તેઓને પ્રથમ સારવાર માટે ખાખરેચી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવેલ હતો જોકે યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.જેથી કરીને આ બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News