મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

હળવદમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી


SHARE







હળવદમાં ૨૩૦૦ ફૂટ લાંબી તિરંગા યાત્રા જુદીજુદી સંસ્થાઓ દ્વારા યોજવામાં આવી

દેશની આન, બાન, શાન ગણાતા તિરંગાને આજે ગૌરવભેર લોકો પોતાના ઘરે અને દુકાનો સહિતના સ્થળે લગાવી રહ્યા છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા હળવદમાં  વિવેકાનંદ સાયન્સ એકેડમીના સહયોગથી બે હજાર જેટલા વિદ્યાર્થીઓને સાથે રાખીને ૨૩૦૦ ફૂટની તિરંગા યાત્રા યોજવામાં આવી હતી ત્યારે વિવેકાનંદ ગર્લ્સ હોસ્ટેલથી સરા ચોકડી, નંકલક ધામ સામે હળવદ ધ્રાગંધ્રા હાઇવે સહિતના માર્ગો ઉપર આ યાત્રા ફરી હતી અને લોકોએ યાત્રા પર ફૂલ વરસાવીને સ્વાગત કર્યું હતું આ યાત્રાને સફળ બનાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપના દેવેનભાઈ રબારી સહિતના સભ્યો તેમજ વિવેકાનંદ સાયન્સ એકેડેમીના મેનેજીંગ ડાઇરેક્ટર ફેફર, કેમ્પસ ડાઇરેક્ટર પઢીયાર, પ્રિન્સિપાલ કાસેલા, હળવદ પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.વી. પટેલ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને અંતમાં દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્ધ્વજ દેશની આન બાન અને શાન છે. ત્યારે બોર્ડર ઉપર જઇને લડી ન શકાય તો પણ એક આદર્શ નાગરિક બનીને તિરંગાનું ગરીમાંસભર સન્માન જાળવી શકાય તો તે પણ એક દેશભક્તિ જ છે






Latest News