મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૨૦ જુગારી ૧.૨૩ લાખની રોકડ સાથે પકડાયા, ૩ ફરાર


SHARE









મોરબી અને વાંકાનેરમાં જુગારની ચાર રેડ: ૨૦ જુગારી ૧.૨૩ લાખની રોકડ સાથે પકડાયા, ૩ ફરાર

મોરબી અને વાંકાનેરમાં જુગારની જુદીજુદી ચાર રેડ કરવામાં આવી હતી જેમાં કુલ મળીને ૨૦ જુગારી પોલીસના હાથે ઝડપાયા છે જો કે, વાંકાનેરના રાતીદેવળી ગામે સ્મશાન પાસે રેડ કરી હતી ત્યારે ત્રણ જુગારી નાશી ગયા હતા જેથી કરીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ ચાર રેડમાં પોલીસે કુલ મળીને ૧૨૩૬૪૦ ની રોકડ કબજે કરી છે

વાંકાનેરના રાતીદેવળી ગામે સ્મશાન પાસે જાહેરમાં જુગાર રમતા આવવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશ ભાગ મચી ગઈ હતી અને પોલીસે એક જુગારીને ૧૩૪૫૦ ની રોકડ સાથે દબોચ લીધો હતો જોકે, ત્રણ જુગારીઓ ત્યાંથી પોલીસને જોઈને નાસી છૂટ્યા હતા વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલ આરોપીનું નામ પ્રવિણસિંહ દિલુભા ઝાલા છે અને જે જુગારીઓ નાસી છૂટ્યા છે તેમાં જયસુખભાઈ ગોવિંદભાઈ વોરા, દેવશીભાઈ ગોવિંદભાઈ વોરા અને રમેશભાઈ ગોવિંદભાઈ સોલંકીનો સમાવેશ થાય છે આ ત્રણેય આરોપીઓ સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

વાંકાનેર શહેરના ભરવાડ પરા શેરી નં-૪ માં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે બીજલભાઇ મોમભાઈ ફાંગલિયા, લક્ષ્મણભાઈ દેવાભાઈ ગમારા, રતાભાઇ રવાભાઈ ડાંગર અને વિપુલભાઈ નાજાભાઇ ગોહેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૧૭૦૦ ની રોકડ કબજે કરી જુગાર હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે ગાત્રાળનગરમાં રહેતા પ્રવીણભાઈના ઘર પાસે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જાહેરમાં પ્રવીણભાઈ ખીમાભાઈ બાંભવા, રામજીભાઈ ઉર્ફે સંજયભાઈ નવઘણભાઈ ફાંગલીયા, દિનેશભાઈ ઉર્ફે ઘોઘાભાઈ જગજીવનભાઈ ચાવડા, દીપકભાઈ મગનભાઈ મકવાણા, મનોજભાઈ ઉર્ફે ભૂપી પ્રેમજીભાઈ સીતાપરા, ભરતભાઈ નવઘણભાઈ ફાંગલીયા, રાયધનભાઈ દેવાભાઈ બાંભવા, કિશોરભાઈ ચંદુભાઈ સાકરીયા અને રામજીભાઈ ઉર્ફે બાબો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી ૭૨૯૯૦ રૂપિયાની રોકડ કબજે કરી હતી

મોરબીમાં કાલિન્દ્રી વિસ્તારમાં કોસ્મો સિરામિક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરતા વિજયભાઈ ધરમશીભાઈ સાતોલા, વિજયભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, રણજીતભાઈ પ્રેમજીભાઈ વાઘેલા, મેહુલભાઈ અમરશીભાઈ બારૈયા અને વિશાલભાઈ મુકેશભાઈ પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે તેની પાસેથી ૨૫૫૦૦ ની રોકડ કબજે કરી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News