મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મળી


SHARE









મોરબીમાં અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મળી

મોરબીમાં અલ્પેશભાઈ ઠાકોરના માર્ગદર્શન નીચે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લાના પ્રમુખ ચતુરભાઈ પાટડિયા હાજર રહ્યા હતા. તે ઉપરાંત મોરબી ઠાકોર સમાજના પ્રમુખ જગદીશભાઈ બાંભણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય તુલસીભાઇ ઠાકોર સહિતના હાજર રહ્યા હતા. અને આ કરીબારી સભામાં અલ્પેશભાઈ ઠાકોર દ્વારા ટેલિફોનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સમાજને સાચી દિશા, વ્યસનથી મુક્ત રહેવા તેમજ સંગઠન મજબૂત કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો ત્યારબાદ ગ્રામ સમિતિના તમામ પ્રમુખો અને હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું મોરબી જિલ્લાના પ્રમુખ ચતુરભાઈએ સંગઠનની તાકાતથી પોઝિટિવ કામ કેવી રીતે કરવું અને સમાજને તમામ બદીઓથી દૂર રાખવા અને કન્યા કેળવણી, શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરવાની વાત ઉપર ભાર મૂક્યો હતો અને ઠાકોરસેનાની તાકાત અને તેના પરિણામોની વાત કરી હતી આ સભાનું સંચાલન મોરબી તાલુકા પ્રમુખ જયદીપજી ઠાકોર તેમજ તેમની ટિમ દ્વારા કરવામાં આવ્યું હતું અને સભાને સફળ બનાવવા માટે મોરબી સીટી પ્રમુખ જે.બી. ઠાકોર, યોગેશજી ઠાકોર, મયૂરજી ઠાકોર તેમજ તેઓની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી




Latest News