મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરના કેરાળી પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા


SHARE









વાંકાનેરના કેરાળી પાસે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ઇજા

વાંકાનેર ચોટીલા નેશનલ હાઇવે ઉપર આવેલ કેરાળી ગામના બોર્ડ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઇકને કારના ચાલકે હડફેલે લેતા દંપતિને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત દંપતીને સારવારમાં ખસેડાયું હતું

મોરબીના મકનસર ગામ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા પ્રવીણભાઈ ધીરુભાઈ ધાધલ જાતે કાઠી (૨૮) તેના પત્ની સાથે બાઈક નંબર જીજે ૧૩ એએસ ૯૦૦૧ લઈને વાંકાનેર ચોટીલા હાઈવે ઉપર આવેલ કેરાળી ગામના બોર્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે કાર નંબર જીજે ૧૨ એફએ ૦૨૧૭ ના ચાલકે તેને હડફેટે લીધું હતું જેથી કરીને પ્રવીણભાઈ તથા તેના પત્નીને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવમાં પ્રવીણભાઈએ  હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના મહીકા ગામના ઝાપા પાસે મેહુરભાઈ તેજાભાઈ મુંધવા (૫૭) નો પૌત્ર લવ (ઉંમર વર્ષ પ) રમતો હતો ત્યારે ત્યાંથી પસાર થયેલા બાઈક નંબર જીજે ૧ ડીએચ ૯૧૫૩ ના ચાલકે તેને હટફેટે લીધો હતો જેથી કરીને ઈજા થવાથી બાળકને સારવારમાં આવ્યો હતો અને હાલમાં મેહુરભાઈએ બાઈક ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે આરોપી આકાશ ગોરધનભાઈ ચાવડા રહે. મહીકા વાળાને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News