મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીને કરાઇ રજૂઆત મોરબીમાં રાજકીય-સામાજિક આગેવાનોની હાજરીમાં જિલ્લા રાજપૂત સમાજ દ્વારા યોજાશે સરસ્વતી સન્માન સમરોહ મોરબીમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે વિદ્યાર્થીઓ અને કોંગ્રેસ-આપનું વિરોધ પ્રદર્શન વાંકાનેરમાં ધોળા દિવસે વૃદ્ધ પાસેથી રોકડા રૂપિયા-ડૉક્યુમેન્ટ ભરેલ થેલાની લૂંટના ગુનામાં 3 બાળ કિશોર ઝડપાયા વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો મોરબીમાં શુક્રવારે જગન્નાથજીની પાંચમી ભવ્ય રથયાત્ર નીકળશે બેટી બચાવો, બેટી પઢાવો: મોરબીમાં વિદ્યાર્થિનીઓ સાથે મંગળવારે યોજાશે કોફી વિથ કલેક્ટર કાર્યક્રમ મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી ૧૦ બોટલ દારૂ પકડ્યો, દંપતીની શોધખોળ
Breaking news
Morbi Today

રેતીની ગાડી અહીથી નહિં કાઢવાની તેમ કહીને વાંકાનેરના કણકોટમાં યુવાનને પાઇપ વડે માર માર્યો


SHARE







"રેતીની ગાડી અહીંથી નહિ કાઢવાની" કહીને વાંકાનેરના કણકોટમાં યુવાનને પાઇપ વડે માર માર્યો

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રેતીની ગાડી ખાલી કરાવવા માટે જઈ રહેલા યુવાનને રોકીને આ રસ્તેથી રેતીની ગાડીને નહીં ચલાવવાની તેવું કહીને યુવાનને જેમ ફાવે તેમ ગાળો આપવામાં આવી હતી અને બાદમાં પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં ભોજન શાળા પાછળ રહેતા મોહનભાઈ માવજીભાઈ ગામોટ જાતે રાજગોર (ઉંમર ૪૬) વાંકાનેર તાલુકાના નવા કણકોટ ગામે શેરીમાંથી રેતીની ગાડી ખાલી કરાવવા માટે જગ્યા બતાવવા જઈ રહ્યા હતા ત્યારે યાકુબ હાજીભાઈ સેરસિયા નામના શખ્સે આ રસ્તેથી રેતીની ગાડી લઈને નહીં ચાલવાનું તેવું કહીને જેમ ફાવે તેમ મોહનભાઈ ગામોટને ગાળો આપી હતી અને માથા તેમજ જમણા હાથના ભાગે લોખંડના પાઇપ વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા મોહનભાઈએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યાકુભાઈ હાજીભાઈ સરસિયાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

૧૫૦ લિટર દેશી દારૂ

વાંકાનેર તાલુકાના માટેલ નજીક સોમાણી ફાઈન કારખાનાની બાજુમાં ઝૂંપડામાં રહેતી મહિલાને ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ૧૭૫ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૩૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને રેખાબેન રોહિતભાઈ સોલંકી જાતે દેવીપુજક (૨૫) રહે. હાલ માટેલ સોમાણી ફાઈન કારખાના પાસે ઝૂંપડામાં અને મૂળ રહે ઝીંઝુડા તાલુકો ચોટીલા વાળીની અટકાયત કરવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે






Latest News