હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે માલિકીની જમીન ઉપર દબાણ કરનારા ત્રણ શખ્સો સામે લેન્ડ ગેબીંગ


SHARE







હળવદ તાલુકાના મેરૂપર ગામના રહેવાસી અને હાલમાં હળવદ ગામે રહેતા વૃદ્ધની મેરૂપર ગામે માલિકીની જમીન આવેલ છે જેના ઉપર ત્રણ શખ્સો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોય તે બાબતે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વૃધ્ધે લેન્ડ ગેબીંગની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના મેરૂપર ગામના રહેવાસી અને હાલમાં હળવદના બસ સ્ટેન્ડ પાછળના ભાગમાં રહેતા શંકરભાઈ દેવાભાઈ રજપરા જાતે નાડીયા (ઉંમર ૬૦) એ રમેશભાઈ ભુદરભાઈ પટેલ, મનસુખભાઈ ભુદરભાઈ પટેલ અને વિભાભાઈ રાહાભાઇ રબારી રહે ત્રણેય મેરુપર વાળાની સામે આ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મેરૂપર ગામે તેઓની સાથણીમાં મળેલ જમીન સર્વે નંબર ૩૭૧ પૈકી ૮ જમીન હે.આર.ચો.મી. ૨-૩૨-૭૦ વાળી ઉપર ગેરકાયદેસર કબજો કરીને આરોપીઓ આર્થિક ઉપજ મેળવીને વર્ષ ૨૦૧૬ થી અત્યાર સુધી જમીન ઉપર કબજો ચાલી રાખેલ છે જેથી કરીને શંકરભાઈએ નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે લેન્ડ ગેબીંગની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂની ભઠ્ઠી

માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામની પાસે મચ્છુ નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂ બનાવવામાં આવતો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો અઢીસો લીટર આથો તેમજ તૈયાર ૧૦ લીટર દેશી દારૂ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૭૪૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર જેતુનબેન ફતેહમહમદભાઈ કટિયા જાતે મિયાણા (ઉંમર ૪૫) રહે હરીપર વાળાની સામે ગુનો નોંધી તેની પકડવા માટે થઈને તજવીજ શરૂ કરી હતી






Latest News