મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો


SHARE













મોરબીના નાગડાવાસ ગામેથી રહેણાંક મકાનમાંથી ૨૬ બોટલ દારૂ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે સ્ટાફે તાલુકા જુના નાગડાવાસ ગામે રહેતા ભાવેશ પરબતભાઈ ઘ્રાંગા જાતે આહીર નામના ૪૦ વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પ્લાસ્ટીકના ઝબલા તેમજ પુંઠાના ખોખામાંથી પોલીસને જુદીજુદી બનાવટી વિદેશી દારૂની ૨૬ બોટલો મળી આવતા  રૂપિયા ૧૦,૦૫૦ ની કિંમતની ૨૬ બોટલ દારૂ સાથે હાલમાં ભાવેશ ઘ્રાંગાની તાલુકા પોલીસે ધરપકડ કરી તેની વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે.જ્યારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે વોચ દરમ્યાન શહેરના મહેંન્દ્ર ડ્રાઇવ રોડના ખૂણા પાસેથી એકટીવા લઈને નીકળેલા નિકુલ ઉર્ફે નિકલો રાજેન્દ્ર દવે જાતે બ્રાહ્મણ (૨૫) રહે.રવાપર હનુમાન મંદિર પાસેને અટકાવીને તેની તલાસી લેતાં તેની પાસેથી વિદેશી દારૂની બે બોટલ મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતનો દારૂ તથા ૩૦ હજારનું એકટીવા મળી ૩૦,૬૦૦ ના મુદ્દામાલ સાથે નિકુલ રાજેન્દ્ર દવેની ધરપકડ કરી તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

યુવાનનું મોત

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામ પાસેના યુનિટમાં મજૂર યુવાનનું બીમારી સબબ મોત નીપજયું હતું. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નીચી માંડલ ગામ પાસે આવેલ નિત્યારાવ સિરામિક નામના યુનિટમાં રહીને મજૂરી કામ કરતો મૂળ રાજસ્થાનના ઝુઝનુનો રહેવાસી પ્રેમકુમાર સુરજકુમાર (૪૮) નામના યુવાનનું બિમારી સબબ મોત નિપજતાં તેના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો જેથી બનાવની જાણ થતાં તાલુકા પોલીસ મથકના મહીલા એએસઆઇ જીગ્નાશાબેન કણસાગરાએ આગળની તપાસ હાથ ધરી છે.




Latest News