મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં દુકાનમાંથી તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ, સાબુ, શેમ્પુ મળીને ૧.૫૪ લાખના મુદામાલની ચોરી


SHARE









મોરબીમાં દુકાનમાંથી તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ, સાબુ, શેમ્પુ મળીને ૧.૫૪ લાખના મુદામાલની ચોરી

મોરબીમાં સોના ચાંદીની વસ્તુઓ, ટાઇલ્સ તેમજ ખાદ્ય સામગ્રીઓની ચોરી થતી હોય તેવું તો અગાઉ અનેક વખત સામે આવ્યું છે દરમિયાન હાલમાં મોરબીની વાવડી ચોકડી પાસે બંધ દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનમાંથી તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ,સાબુ તેમજ શેમ્પુ વિગેરે મળીને કુલ ૧૫૪૫૦૦ રૂપિયાના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા દુકાનદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટની બાજુમાં નીતિન પાર્ક સોસાયટીમાં ગોપી ટાવરના બ્લોક નંબર ૧૦૪ માં રહેતા અમિતભાઈ મગનભાઈ અંબાણી જાતે પટેલ (૩૩)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, ગત તા. ૩૦/૮ ના રાત્રિના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેની વાવડી ચોકડી પાસે મહાદેવના મંદિર પાસે આવેલ બંધ દુકાને નિશાન બનાવવામાં આવી હતી અને દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા ત્યાર બાદ દુકાનમાં રહેલ શિવાજી બીડીના ૧૦ પેકેટ, પુકાર તમાકુનું એક કાર્ટુન, વિમલ ગુટખાના ૨૦ પેકેટ, બુધાલાલ તમાકુનું એક કાર્ટુન, રાજેશ્રી પાન મસાલા ગુટખાનું એક કાર્ટૂન, બાગબાન તમાકુ મીની પાઉચનું એક કાર્ટૂન, ૬૦ કિલો સોપારી, સાબુ, શેમ્પુ, જુદીજુદી કંપનીની સિગરેટ વિગેરે કુલ મળીને દુકાનમાંથી તસ્કર દ્વારા ૧૫૪૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને પોલીસે તજવીજ શરૂ કરી છે




Latest News