મોરબી મહાપાલિકાની 15 કમિટીના ચેરમેનની વરણીમાં પાટીદાર અને સતવારા સમાજના રોષને ખાળવાનો પ્રયાસ હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીમાં તમાકુ, ગુટખા, બીડી, સિગરેટની ચોરીમાં ભાવનગરના બે અને રાજકોટના એક શખ્સની ધરપકડ


SHARE







મોરબીમાં તમાકુ, ગુટખા, બીડી, સિગરેટની ચોરીમાં ભાવનગરના બે અને રાજકોટના એક શખ્સની ધરપકડ

મોરબીની વાવડી ચોકડી પાસે બંધ દુકાને તસ્કરે નિશાન બનાવી હતી અને દુકાનમાંથી તમાકુ, ગુટખા, સોપારી, બીડી, સિગરેટ,સાબુ તેમજ શેમ્પુ વિગેરે મળીને કુલ ૧૫૪૫૦૦ રૂપિયાના મુદ્દામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ હતી જેથી દુકાનદાર દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી જેના આધારે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટિમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી અને હાલમાં એલસીબીની ટીમે આ ગુનામાં ભાવનગરના બે અને રાજકોટના એક શખ્સની ધરપકડ કરેલ છે અને મુદામાલ રિકવર કરેલ છે

મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટની બાજુમાં નીતિન પાર્ક સોસાયટીમાં ગોપી ટાવરના બ્લોક નંબર ૧૦૪ માં રહેતા અમિતભાઈ મગનભાઈ અંબાણી જાતે પટેલ (૩૩)એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, ગત તા. ૩૦/૮ ના રાત્રિના આઠ વાગ્યાથી લઈને બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીમાં કોઈ પણ સમયે અજાણ્યા શખ્સ દ્વારા તેની વાવડી ચોકડી પાસે મહાદેવના મંદિર પાસે આવેલ બંધ દુકાને નિશાન બનાવવામાં આવી હતી અને દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા ત્યાર બાદ દુકાનમાં રહેલ શિવાજી બીડીના ૧૦ પેકેટ, પુકાર તમાકુનું એક કાર્ટુન, વિમલ ગુટખાના ૨૦ પેકેટ, બુધાલાલ તમાકુનું એક કાર્ટુન, રાજેશ્રી પાન મસાલા ગુટખાનું એક કાર્ટૂન, બાગબાન તમાકુ મીની પાઉચનું એક કાર્ટૂન, ૬૦ કિલો સોપારી, સાબુ, શેમ્પુ, જુદીજુદી કંપનીની સિગરેટ વિગેરે કુલ મળીને દુકાનમાંથી તસ્કર દ્વારા ૧૫૪૫૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ અને એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી

દરમ્યાન એલસીબીના રામભાઇ મંઢ, નિરવભાઈ મકવાણા નિર્મળસિંહ જાડેજા અને સંજયભાઈ રાઠોડને મળેલ બાતમી આધારે પોલીસે ચોરીના આ ગુનામાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિગુભા અનિરુદ્ધસિંહ રાઠોડ (૩૦) રહે. લીલા સર્કલ આલેખ દ્લેત ઇ વિંગ ભવનગર્મ મિતરાજસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ (૨૪) રહે, ગાયત્રીનાગર ભાવનગર અને અરવિંદનાથ જીવનનાથ પરમાર (૩૫) રહે. તરઘરી, રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ મુદામાલ તેમજ ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ સ્વિફ્ટ કાર અને બોલેરો ગાડીને પણ કબજે કરવામાં આવી છે અને આરોપી તેમજ મુદામાલ એ ડિવિઝન પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે જેથી પોલીસે આરોપીના રિમાન્ડ લેવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News