વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા બે ૧.૧૧ લાખની મતા સાથે પકડાયા, છ ફરાર


SHARE









મોરબીના રવાપર ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા બે ૧.૧૧ લાખની મતા સાથે પકડાયા, છ ફરાર

મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમીને આધારે તેઓએ રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ કેશવ ગૌશાળા નજીક વાડીની ઓરડીમાં રેડ કરી હતી ને ત્યાં વાડીની ઓરડીમાં જુગટુ રમી રહેલા આઠ જુગારીઓ ઉપર કરવામાં આવેલ રેડને પગલે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી અને સ્થળ ઉપરથી હાલમાં બે જુગારીઓની રૂા.૧.૧૧ લાખની માતા સાથે ધરપકડ કરવામાં આવેલ છે અને ભાગી છુટેલા છ ઈસમોને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં આવેલ રવાપર ઘુનડા રોડ ઉપરની કેશવ ગૌશાળા પાસે આવેલ સુનિલ બાબુ ચાડમીયા જાતે પટેલની વાડીની ઓરડીમાં રેડ કરવામાં આવી હતી.જ્યાં તીનપત્તીનો જુગાર રમવામાં આવી રહ્યો હોય વાડી માલિક સુનિલ બાબુ ચાડમીયા જાતે પટેલ (ઉમર ૩૭) રહે.ભવ્ય એપાર્ટમેન્ટ ક્રિષ્ના સ્કૂલ પાસે રવાપર મોરબી અને અરવિંદ ઉર્ફે લાલો ભાણજી પાડલીયા જાતે પટેલ (ઉમર ૨૮) રહે.સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટ બોનીપાર્ક રવાપર મોરબી વાળા સ્થળ ઉપરથી હાજર મળી આવ્યા હતા અને તેઓના કબ્જામાંથી રોકડા રૂપિયા ૮૧,૦૦૦ તેમજ રૂપિયા ૩૦ હજારનું સ્કૂટર એમ કુલ રૂપિયા ૧,૧૧,૦૦૦ ની મતા સાથે બે પતાપ્રેમીઓને પકડવામાં આવ્યા હતા.જ્યારે પોલીસને જોઈને સ્થળ ઉપરથી દિપક રૂગનાથ એરણીયા રહે.ચિત્રકૂટ સોસાયટી રવાપર મોરબી મૂળ રહે. ટીકર તા.હળવદ, પ્રકાશ ઉર્ફે પકો પટેલ રહે.ટીકર તા.હળવદ, શૈલેષ પટેલ રહે ટીકર હળવદ, શૈલેષ પટેલના બનેવી રહે.મોરબી, શૈલેષ પટેલ રહે.લાલપર તા.મોરબી અને નીતિન પટેલ રહે.ઘાંટીલા તા.માળીયા જી.મોરબી સ્થળ ઉપરથી નાસી છૂટ્યા હોય હાલમાં આઠેય સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને ભાગી છુટેલા છ ઈસમોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના માળિયા મીંયાણા તાલુકાના નાનાભેલા ગામે રહેતા દયાબેન હસમુખભાઈ કાવર નામના ૪૫ વર્ષીય મહિલા ઘરેથી વાડી તરફ જતા હતા ત્યારે ગામમાં આવેલ પાણીના આવેડા નજીક ટ્રેક્ટર ચાલક દ્વારા તેમને હડફેટે લેતા પગના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબી ખસેડવામાં આવ્યા હતા બનાવ સંદર્ભે એચ.એમ.ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવી હતી.જ્યારે ટંકારા તાલુકાના હડમતીયા ગામે ભુરાભાઈની વાડીએ સાપ કરડી જતાં જોગડીયાભાઈ વેશ્યાભાઇ લુસણીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં થયેલ મારામારી અને રાયોટીંગના બનાવમાં હાલમાં પીએસઆઇ એમ.પી.સોનારા દ્વારા વિપુલ ધારાભાઈ અજાણા જાતે રબારી (૨૪) રહે.ગજડી તાલુકો જોડીયા જામનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી.




Latest News