વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના ચીફ ઓફિસરે વારંવાર બીમારીની રજા ઉપર ઉતરતા સાત કર્મચારીઓના ફિટનેસ રિપોર્ટ માંગવ્યા


SHARE









મોરબીના ચીફ ઓફિસરે વારંવાર બીમારીની રજા ઉપર ઉતરતા સાત કર્મચારીઓના ફિટનેસ રિપોર્ટ માંગવ્યા

મોરબી નગરપાલિકાના જુદા જુદા વિભાગમાં કામગીરી કરતા અધિકારીઓ છેલ્લા ઘણા સમયથી બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓના બહાના બતાવીને રજા ઉપર ઉતરી જાય છે જેથી કરીને આઉટડોર કામગીરીમાં તકલીફ પડે છે જેથી કરીને હાલમાં ચીફ ઓફિસર દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેંડનટને લેખિત પત્ર લખીને સાત કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરીને તેની ફિટનેસ અંગેના ખરાઈના રિપોર્ટ માંગવામાં આવ્યા છે

મોરબી શહેરમાં લોકોની સુખાકારીમાં વધારો કરી શકાય તે માટે થઈને મોરબી નગરપાલિકાના કાયમી કર્મચારીઓ તથા હંગામી કર્મચારીઓ પાસેથી કામગીરી લેવામાં આવતી હોય છે જોકે મોરબી નગરપાલિકાના કાયમી કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓ છે છેલ્લા ઘણા સમયથી બીમારીના બહાના બતાવીને રજા ઉપર ઉતરી જતા હોવાથી કામગીરીમાં મુશ્કેલીઓ પડતી હોય છે

જેથી કરીને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રીટેનને લેખિત પત્ર લખીને મોરબી નગરપાલિકાના સાત કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરીને ફિટનેસના રિપોર્ટ માંગવામાં આવ્યા છે અને હાલમાં ચીફ ઓફિસર દ્વારા જે કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરીને ફિટનેસ રિપોર્ટ માંગવામાં આવ્યા છે તેમાં કૃષ્ણસિંહ જાડેજા, હિતેશભાઈ રવેશિયા, હર્ષદભાઈ કંસારા, હિતેશભાઈ દવે, સૂર્યકાંતભાઈ પાટીલ, નિરંજનભાઇ ભટ્ટ અને અલ્કેશભાઇ રવેશિયાનો સમાવેશ થાય છે




Latest News