મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી) પાસેથી ૧૦ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







માળીયા (મી) પાસેથી ૧૦ લાખના ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી જિલ્લામાં આવતા માળીયા મીયાણાની ભીમાસર ચોકડી પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો હતો અને તેની પાસેથી પોલીસે ૧૦૦ ગ્રામ ડ્રગ્સ જેની કિંમત ૧૦ લાખ રૂપિયા તેમજ અન્ય મુદ્દામાલ મળીને હાલમાં ૧૦,૦૯,૫૮૦ ના મુદ્દામાલ કબજે કર્યો હતો આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે

માળિયા મોરબી હાઇવે ઉપર આવેલ ભીમાસર ચોકડી પાસે ઓવરબ્રિજ નીચેથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ૧૦૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત દસ લાખ રૂપિયા તેમજ ૫૦૦૦ રૂપિયાની કિંમતનો એક મોબાઇલ ફોન અને ૪૫૮૦ રૂપિયા રોકડા આમ કુલ મળીને ૧૦,૦૯,૫૮૦ ના મુદ્દામાલ સાથે દેવીલાલ મગારામ સેવર જાતે જાટ (૨૪) રહે. ખારા મહેચાન જીલ્લો બાડમેર (રાજસ્થાન) વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે દરમ્યાન આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરલે છે






Latest News